DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં આજે અમદાવાદ ખાતે સસ્તું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા પુનઃમુદ્રિત 24 જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

Share to



માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ આ અવસરે જ્ઞાનની વૃદ્ધિ કરવા સર્વેને વાંચનની મહત્વતા અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું તેમજ રાજ્ય ગ્રંથાલયને પ્રોત્સાહન આપતી વિવિધ કામગીરી બદલ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આજના કાર્યક્રમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિકસિત ભારતની યાત્રામાં સાહિત્યના જતન-સંવર્ધન દ્વારા ‘વિકાસ ભી, વિરાસત ભી’નો ધ્યેય સાકાર કરતો કાર્યક્રમ ગણાવી સાહિત્યને જીવંત રાખતી ટ્રસ્ટની પ્રેરણાદાયી કામગીરીને બિરદાવી હતી.


Share to

You may have missed