DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગના ઝરણા ગામે દુકાનમાસંતાડેલ રૂ.૩૩૦૦/= દારૂ ઝડપાયો.

Share to

*બુટલેગર વોન્ટેડ*





હોળી-ધુળેટીના તહેવારને સાત દિવસનો સમય ગાળો બાકી રહ્યો છે. તેવા સંજોગોમાં નેત્રંગ નગર સહિત તાલુકા ભરમા ઇગલીંશ દારૂનો વેપલો  છાનો છપલો તેમજ તંત્રની રહેમ નજર હેઠળ કરતા બુટલેગરો ઇગલીંશ દારૂનો સ્ટોક કરવા માટે સકિય થયા છે.
નેત્રંગ પોલીસ સ્ટેશનો સ્ટાફ તા.૭ના રોજ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતો. તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ ઝરણા ગામે રહેતો સુરેશ ઉફે સુયો મેલીયા વસાવા નાઓ પોતાના ધરની બાજુમાં આવેલ દુકાનમા છુટક ઇગલીંશ દારૂ લાવી વેચાણ કરી રહ્યો છે, બાતમી હકીકત મુજબ રેડ કરાતા ધરની બાજુમાં આવેલ દુકાનમા તપાસ કરતા પરચુરણ સામાનની વચ્ચે એક પ્લાસ્ટીક ના મીણીયા કોઠળામા જોતા અને તેને ખાલી કરતા ઇગલીંશ દારૂના ૧૮૦ એમ એલની બોટલ નંગ ૨૨ મળી આવેલ જેની કિંમત રૂ.૩૩૦૦/= નો કુલ્લે મુદામાલ જપ્ત કરેલ જયારે રેડ દરમ્યાન સુરેશ ઉફે સુયો પોલીસ ને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.  બુટલેગર સુરેશ ઉર્ફે સુયો મેલીયા વસાવા રહે ઝરણા તા.નેત્રંગ ને વોન્ટેડ જાહેર કરી તેના વિરૂધ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશન મા પોહીબીશન એક્ટ કલમ ૬૫ એ (ઇ) મુજબ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.


*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed