DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગ નગરમાં જીએસટી વિભાગની ટીમ આવતાજ વેપારીઓમા ફફડાટ.ગુટકા પાન મસાલા વેચતા વેપારીઓએ માલ સગેવગે કરી નાખ્યો.

Share to



નેત્રંગ. તા.૦૮-૦૩-૨૫

નેત્રંગ નગરમા જીએસટી વિભાગની ટીમ થકી કરચોરી અટકાવ વારંવાર છાપામારી કરવામા આવી રહી છે. તાજેતર મા એક હાર્ડવેર ના વેપારીને ત્યા રેડ કયાઁ બાદ આધારભૂત સુત્રોથી મળેલ માહીતી મુજબ ગઇ કાલે તા.૭ મીના રોજ સાંજના સમયે જીએસટી વિભાગની ટીમ નેત્રંગ ખાતે આવી પહોંચી હતી. અને રસ્તામાજ એક ફોરવ્હીલ ચાલક ને ઉભો રાખી ગુટકા પાન મસાલાનો જથ્થો લઇ ને જતા વેપારી પાસે તેની પાસે બિલો માંગતાજ વેપારી ગેગેફેફે થઈ ગયો હતો. તે આ માલ કયાંથી લાવેલ છે. તેની પુછપરછ ચાલતી હતી તેવામાં જ માલ આપનાર વેપારી સહિત અન્ય વેપારીઓ ને વાયુવેગે ખબર પહોંચી જતા તમામ માલ સગેવગે કરી નાંખવામા આવ્યો હતો.બીજી તરફ નગરના વેપારીઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed