DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે આયોજિત ‘લખપતિ દીદી સંમેલન’માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર.પાટિલ, રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના વરિષ્ઠ આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share to



નારીશક્તિના સમર્પણ અને સફળતાને સન્માનિત કરતાં આ અવસરે માનનીય વડાપ્રધાનશ્રીના વરદ્હસ્તે 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ બહેનોને ₹450 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટેની ‘જી-સફલ’ અને ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 
#PMinGujarat


Share to

You may have missed