DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

મહિલા દિન નિમિત્તે નેત્રંગ તાલુકાના એક ગામની મહિલા કાર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.

Share to



સામાન્ય રીતે મહિલાઓ નોકરીએ જવા માટે કે પોતાના શોખ માટે ડ્રાઇવીંગ શીખતી હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામીની એક આદિવાસી મહિલાએ પોતાના પતિના મૃત્યુ બાદ પોતાનું ગુજરાન ચલાવવા માટે કાર ચલાવતા શિખીને આજે તેમની મેજિક ગાડીમાં લોકોને મુસાફરી કરાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેમની સાથે વાતચીત કરતાં સખી વસાવાએ જણાવ્યુ હતું કે, તેઓ નેત્રંગ તાલુકાના અસનાવી ગામમાં રહે છે. ચાર વર્ષ પહેલા મારા પતિનું બીમારી માં મૃત્યુ થયું હતું. ત્યારબાદ મારા માથા પર આર્થિક ભારણ પડ્યું હતું. મારા પરિવારમાં બીજું કોઈ નથી કોઈ બાળક પણ નથી જેના કારણે મારા પતિના મૃત્યુ બાદ જીવન ગુજારવું મુસકેલ થયું હતું. મારા પતિએ એક સેકનહેડ મેજીક કાર લીધી હતી. ત્યારે મને વિચાર આવ્યો કે ડ્રાઇવિંગ સિખીને આત્મનિર્ભર બનવા માટે મે પહેલા ડ્રાઇવિંગ શિખીને લાઈશન મેળવીને ત્યારબાદ રાજપારડી થી નેત્રંગ અને નેત્રંગ થી ડેડીયાપાડા સહિતના વિસ્તારમાં મુસાફરોને મુસાફરી કરાવીને રોજગારી મેળવી રહી છુ.  આજે મારી ઉંમર 48 વર્ષ છે. અને છેલ્લા ચાર વર્ષથી લોકોને મુસાફરી કારવીને મારું ગુજરાન કરું છે. ખાસ કરીને આંગણવાડી મહિલાઓની કોઈ મિટિંગ હોય કે કોઈ મહિલાઓના ગ્રુપ કશે જવું હોય તો મારી ગાડીમાં જવાનું પસંદ કરે છે. અને મેજિક ગાડી ચલાવતી વેળા મને કોઈપણ જાતનો ડર લાગતો નથી. અને મારે એવું માનવું છે કે દરેક મહિલાએ આત્મા નિર્ભર બનવું જોઈએ જેથી કરીને કોઈક વખત પરિસ્થિતિ બગડે તો પણ મહિલા પોતાના પગભર થઈ શકે.



*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed