DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત ‘India Aircraft Leasing & Financing Summit 2025’ના શુભારંભ સમારોહમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજારાપુ રામમોહન નાયડુ તેમજ એવિએશન સેક્ટર સાથે સંકળાયેલ દેશ-વિદેશના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સહભાગી બન્યા હતા.

Share to



મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા આ અવસરે KPMG દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘Aviation Leasing and Financing ecosystem at GIFT IFSC, India’ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ સમિટને ‘રાઈટ જોબ એટ રાઇટ પ્લેસ’ ગણાવતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેક પરિવર્તનો દ્વારા દેશનું એવિએશન સેક્ટર દુનિયાના એવિયેશન ઇકોસિસ્ટમનું મજબૂત આધારસ્તંભ બન્યું છે. તેમણે દેશમાં એવિએશન ક્ષેત્રે વિકાસની અપાર સંભાવનાઓની આશા વ્યક્ત કરતાં પોલીસી ડ્રીવન ગવર્નન્સ અને સ્કિલ્ડ વર્કફોર્સ દ્વારા ગુજરાતને એરોસ્પેસ સેક્ટરની કંપનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાવ્યું હતું.

વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295ના નિર્માણ માટે એસેમ્બલી યુનિટની સ્થાપના સહિત રાજ્યમાં એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મહત્વ આપતા રાજ્ય સરકારના આયોજન અંગે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ સરકારના પૂરતા સહયોગ દ્વારા એવિએશન સેક્ટરના અગ્રણીઓને ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.


Share to

You may have missed