DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

અંધજન મંડળ દ્વારા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના 25 પગ કપાયેલા દિવ્યાંગ વ્યક્તિઓ હરતા ફરતા થયા.

Share to



*આજે અંધજન મંડળ કે.સી.આર.સી.ભુજ દ્વારા આવાસ ફાઇનાન્સિયલ લિમિટેડના સહયોગથી  કચ્છના લોકપ્રિય અને કર્મનિષ્ઠ એવા સાંસદ તથા ગુજરાત પ્રદેશના  ભાજપના મહામંત્રી શ્રીમાન વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ પ્રસંગે કચ્છના 25 દિવ્યાંગો કે જેના પગ કપાયેલા છે તેમને જર્મન ટેકનોલોજીના અતિ આધુનિક કૃત્રિમ ભાગ અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે સર્વપ્રથમ વિનોદભાઈ ચાવડા દ્વારા મહેમાનો અને દિવ્યાંગોને સાથે રાખીને કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરવામા આવી. આ પ્રસંગે અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર ભરતભાઈ જોશી દ્વારા ઉપસ્થિત મહેમાનો શ્રી પ્રફુલસિંહ જાડેજા  મંત્રીશ્રી કચ્છ જિલ્લા ભાજપ, શ્રીમિતભાઈ ઠક્કર પ્રમુખશ્રી ભુજ શહેર ભાજપ,શ્રી ભીમજીભાઈ જોધાણી પ્રમુખશ્રી ભુજ તાલુકા ભાજપ,કમલભાઈ ગઢવી,ચેતનભાઇ કતીરા,જયંતભાઈ ઠક્કર,તેમજ આવાસ ફાઇનાન્સ લિમિટેડના અધિકારી અજયભાઈ ઉગાણી, રિષભભાઈ વાયા નો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી નખત્રાણા લોહાણા મહાજન ના પ્રમુખ રાજુભાઈ પલણ દ્વારા પુષ્પગુચ્છ આપીને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા નું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે કચ્છના 25 દિવ્યાંગ ભાઈઓ બહેનોને જર્મન ટેકનોલોજીના અતિ આધુનિક કૃત્રિમ પગ જે એક પગની અંદાજિત કિંમત 30 થી 32 હજાર થાય છે તેવા 25 કૃત્રિમ પગ નું વિતરણ કરવામાં આવ્યું.*

*આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંધજન મંડળ કે.સી.આર.સી.ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ શ્રી નખત્રાણા લોહાણા મહાજન ના પ્રમુખ રાજુભાઈ પલણ દ્વારા કરવામાં આવી હતી.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed