DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

આરોગ્ય વિભાગ છોટાઉદેપુર દ્વારા તેમજ અનુપમ મિશન મોગરી જી. આણંદ અને અનુપમ ફ્યુઅલ્સ પ્રા. લિ. હૈદરાબાદ ના સંયુક્ત સહયોગથી જિલ્લાનાં છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકાનાં સગર્ભા બહેનો ને પોશનક્ષમ આહર મળી રહે તે હેતુ થી ન્યુટ્રીશન (પોષણ યુક્ત) કીટનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ.

Share to


               આજ રોજ તારીખ :- ૦૬/૦૩/૨૦૨૫ ને ગુરૂવરનાં રોજ છોટાઉદેપુર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર આરોગ્ય વિભાગ દ્વારા અને અનુપમ મિશન મોગરી જી. આણંદ અને અનુપમ ફ્યુઅલ્સ પ્રા. લિ. હૈદરાબાદ ના સંયુક્ત સહયોગથી છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકાની નિયમિત તપાસ અને સારવાર માટે આવતી અતિજોખમી સગર્ભા બહેનોને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ન્યુટ્રીશન (પોષણ યુક્ત) કીટ નું વિતરણ કરવામાં આવ્યુ. જેમાં છોટાઉદેપુર તાલુકા માં કુલ – 190 અને પાવીજેતપુર – 166 એમ કુલ – 256 કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
               જેમાં ૪૨ કી.ગ્રા. કરતા ઓછુ વજન ધરાવતા અતિજોખમી સગર્ભા બહેનોને આરોગ્ય વિભાગ દ્વારા ઓળખ કરવામાં આવી હતી. તેમજ સગર્ભાવસ્થા દરમ્યાન આ સગર્ભા માતાઓને પોષણ અને આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ છે. આ મહિલાઓ ને સગર્ભાવસ્થા દરમ્યાન, પ્રસુતી સમયે, બાળકનાં જન્મ સમય પછી આરોગ્યલક્ષી શું કાળજી રાખવી એ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા વિસ્ત્રુત જાણકારી આપવામાં આવી. તેમજ નમોશ્રી, અતિ જોખમી સગર્ભા માતા, જે.એસ.વાય. યોજનાં, સંસ્થાકિય સુવાવળ, સમ્પુર્ણ રસીકરણ, કાંગરુ કેર, ફક્ત છ માસ સુધી માતાનું ધાવણ આપવું, બે બાળક વચ્ચે નાં ૩ વર્ષ નો ગાળો રાખવા માટે કુટુમ્બ કલ્યાણની બિન કાયમી પદ્ધ્તીઓ વિષે જાણકારી આપવામાં આવી.
આ તબ્બકે તાલુકા હેલ્થ ઓફિસર ડો. મનહર રાઠવા દ્વારા અનુપમ મિશનથી આવેલા પૂ. સાધુ સતીશદાસજી, પૂ. સાધુ મણીદાસજી, ડો. વનરાજસિંહનાં આભાર માન્યો.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર



Share to

You may have missed