DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા*

Share to

*જીએનએફસી શાળા ખાતે ધોરણ-10નાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા*

*પરીક્ષાના માધ્યમથી સૌ ઉજ્જ્વળ ભવિષ્ય ઘડો અને જીવનની પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ તેવી મંગલકામના પાઠવતા નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાધલ*

ભરૂચ – ગુરુવાર – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ- 10 ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ પરીક્ષાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવીને શુભેચ્છા આપી હતી. જીએનએફસી હાઇસ્કુલ ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કરી ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ તેમણે પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં.
કલેક્ટરશ્રીએ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી પરીક્ષાનાં પ્રારંભે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છા પણ તેમને આપી હતી.
આ ઉપરાંત, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ- 1૨ ની બોર્ડની પરીક્ષાના આરંભે નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાધલે જય અંબે સ્કૂલમાં પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને પરીક્ષાના માધ્યમથી સૌ ઉજ્જ્વળ ભવિષ્ય ઘડો અને જીવનની પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ તેવી મંગલકામના તેમણે પાઠવી હતી. સાથે તેમણે પરીક્ષાને લઈ આનુષંગિક વ્યવસ્થાની તૈયારીઓનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી હતી. આ તકે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સ્વાતિબા રાઓલ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed