DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોર્ડના વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાય તો કેન્દ્ર પર પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ હેલ્પલાઇન ૦૨૬૪૨ -૨૨૩૦૮૪  તેમજ ૦૨૬૪૨ – ૨૨૩૩૦૩ કોલ કરો*

Share to

*વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાયા હોય તોઓને ઓન ડ્યુટી exam વ્હીકલ દ્નારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પોલીસ મદદ કરશે*

ભરૂચ – ગુરુવાર – એચએસસી/એસએસસી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઈન્ચાર્જની આગેવાનીમાં પોલીસ કર્મીઓની ટીમો બનાવવામાં આવી છે. વિદ્યાર્થી ટ્રાફિક સમસ્યામાં ફસાઈ તો તેવા સમયમાં તેઓએ હેલ્પલાઈન નં. ૦૨૬૪૨- ૨૨૩૦૮૪ તેમજ ૦૨૬૪૨ – ૨૨૩૩૦૩ ઉપર કોલ કરવો. નજીકના વિસ્તારની ટીમ દ્વારા કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય હોય તો તેને ઓન ડ્યુટી exam વ્હીકલ દ્નારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ પૂરી પાડશે. તે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ વિદ્યાર્થીને તમામ પ્રકારની મદદ પહોચાડશે.
વધુમાં, બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન બોર્ડની પરીક્ષા સંબંધિત મૂંઝવણ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએથી પણ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો જે પરીક્ષા પૂર્ણ થયા તારીખ સુધી કાર્યરત રહેશે. ફોન નં. ૦૨૬૪૨-૨૪૦૪૨૪ સવારે ૦૭:૦૦ કલાકથી રાત્રીના ૨૦:૦૦ કલાક સુધી સંપર્ક સાધી શકાશે.


Share to

You may have missed