DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગ નગર સહિત પંથક ભરમા ભકિતમય માહોલમા મહાશિવરાત્રી પર્વ થયેલી ભવ્ય ઉજવણી.

Share to

નેત્રંગ. તા.૨૬-૦૨-૨૫

નેત્રંગ નગરમાં આજે વહેલી સવારથીજ નગરમાં ગાંધીબજાર બજાર ખાતે આવેલ અમરેશ્રવર મહાદેવ મંદિરે, જીનબજાર ખાતે કંકેશ્વર મહાદેવ મંદિરે અને નેત્રંગ-રાજપારડી રોડ ઉપર આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરે ભાવિકભકતજનો થકી હરહર મહાદેવ, જય ભોલેનાથના જયજયકાર સાથે પુજા અર્ચના તેમજ દર્શન માટે ભારે ભીડ ઉમટી પડી હતી, તમામ મંદિરોને ફલહાર તેમજ ભવ્ય રોશનીથી શણગાર કરવામા આવેલ,

નગરના જીનબજાર ખાતે આવેલ કંકેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના શુભ દિને બપોરના ૩ કલાકે મહાપૂજાનું આયોજન કરવામા આવેલ હતુ,
પંથક ભરમા આંજોલી, જેસપોર, વિજયનગર, થવા, ચાસવડ તેમજ કડીયાડુંગર ખાતે આવેલ મહાદેવ મંદિરોમા પણ મહાશિવરાત્રી પર્વની ઓમહવન તેમજ ભજનકિઁતન સાથે ભવ્ય ઉજવણી થઈ હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed