DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલીની વડા તલાવ શાળાના વિદ્યાર્થીઓ સાથે થઈ રહ્યો છે અન્યાય બોડેલીના વડાતલાવ કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં યોગ્ય ભોજન અને પાણી ન અપાતું હોવા નો વિદ્યાર્થીઓનો આક્ષેપ

Share to

બોડેલીના વડા તલાવ શાળામાં યોગ્ય ભોજન ન આપતું હોવાના આક્ષેપ સાથે વાલીઓ શાળા બહાર ભારે સૂત્રોચાર કર્યા


પાણીની પૂર્તિ વ્યવસ્થા ન હોવા નો વાલીઓનો આક્ષેપ


બાળકોને ગુણવત્તા વિહીન જમવાનું આપવાનો આક્ષેપ


બોડેલી તાલુકા ની વડાતલાવ ગામ પાસે આવેલ રેસિસન્સીયલ શાળા ની કેટલીક વિધાર્થીની ઓ એ તેમના વાલી ઓ જણાવ્યું કે શાળા માં તેમને મેનૂ પ્રમાણે જમવા નું આપવા મા આવતું નથી.
પાણી ની પૂરતી વયવસથા નથી શિયાળા ના સમયે પણ ગરમ પાણી આપવા માં આવતું નથી .
જમવા માં રોજ બટાકા નું જ શાક આપવા મા આવે છે .આવી તો અનેક તકલીફો ની રજૂઆત બાળકો એ કરી જેને લઇ આસપાસ ગામ ના વાલી ઓ ભેગા થઈ ને શાળા પર પહોંચ્યા હતા, પણ તેમને સ્કૂલ માં પ્રવેશવા માટે ની મંજૂરી આપવા મા આવી ન હતી . કલાકો બાદ કેટલાક વાલી ઓ ને સ્કૂલ માં બોલાવ્યા પણ તેમણે રજૂઆત યોગ્ય રીતે સાંભળવા માં આવી નહીં. .
વાલી ઓ ની વાત સાંભળી મીડિયા એ હકીકત જાણવા માટે શાળા માં જવા ની કોશિશ કરી તેમને પણ પ્રવેશ અપાયો નહીં..

વાલીઓ એ તો મીડિયા સમક્ષ પોતાની દીકરી ઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવા ની વાત કરી છે.
ત્યારે સ્કૂલ કેમ્પસ માંથી બહાર આવી વિધાર્થીની એ મીડિયા સમક્ષ પોતાની વ્યથા કહી રહી હતી.
તેજ સમયે એક શિક્ષક તેને ખેંચી ને કેમ્પસ માં લઈ ગયા હતા. વિધાર્થીઓ ઓ એ અગાઉ તેમના પ્રિન્સિપાલ ને લેખિત માં જાણ કરી હતી. જે અરજી તેમના વાલી ઓ ને આપવામાં આવે જે મીડિયા સમક્ષ વાલી ઓ બતાવી રહ્યા છે.

ગરીબ આદિવાસી બાળકો નું શિક્ષણ સ્તર ઉપર આવે તેને લઇ સરકાર કરોડો નો ખર્ચ કરે છે ત્યારે તેમના હક્ક ને છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી માંગ વાલી ઓ અને વિધાર્થીની ઓએ માંગ કરી હતી.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed