DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે ગૌચર અને ગામતળ જમીનો ઉપલથી ગેરકાયદેસર દબાણો હટાવાયા

Share to

નેત્રંગ તાલુકાના ચાસવડ ગ્રા.પંચાયત હસ્તક આશરે પંદર એકર જમીન ગૌચર અને ગામતળની આવેલ છે.આ જમીનો પર ચાસવડ ગામના કેટલાક ઇસમોએ ગ્રા.પંચાયતની કોઈપણ જાતની મંજુરી વગર કાચા ઘરો બાંધી દેવામાં આવ્યા હતા.જે દબાણો દુર કરવા માટે વારંવારની નોટીસો આપવા છતા દબાણો હાવવામાં આવ્યા નહતા.ગેરકાયદેસર દબાણો હટાવા માટે ચાસવડ ગ્રા.પંચાયતના સરપંચ-તલાટીએ નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી,નેત્રંગ તાલુકા વિકાસ અધિકાર સોહેલ પટેલ અને અન્ય અધિકારીઓને ગૌચર અને ગામતળની જમીન પર થયેલ દબાણો બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી.તેવા સંજોગોનાં જવાબદાર અધિકારીઓ ઘટતી કાયઁવાહી કરીને પુરતા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેતા ચકચાર મચી જવા પામી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed