DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયા તાલુકાના અવિધા ગામે લગ્ન પ્રસંગમાં આવેલ ઇસમો વચ્ચે ઝઘડો- છ ઇસમો સામે માર  માર્યો હોવા બાબતની ફરિયાદ..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

લગ્ન પ્રસંગમાં આવેલ ઇસમો વચ્ચે ઝઘડો થતાં સામા પક્ષે પણ પોલીસમાં ફરિયાદ નંધાવી હતી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે તા.૨૦ મીના રોજ એક લગ્ન પ્રસંગમાં આવેલ બે ઇસમો વચ્ચે થયેલ ઝઘડો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. આ ઝઘડા બાબતે તા.૨૧ મીના રોજ થયેલ પોલીસ ફરિયાદમાં કુલ ૮ ઇસમો સામે ગુનો નોંધાયો હતો,જ્યારે સામા પક્ષે ગતરોજ તા.૨૨ મીના રોજ રાજપારડી પોલીસમાં કુલ ૬ ઇસમો સામે ફરિયાદ નંધાવી હતી.આ અંગે રાજપારડીના કિરણ ઉદેસીંગ વસાવાએ રાજપારડી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તા.૨૦ મીના રોજ સાંજના સાડા આઠ વાગ્યાના સમયે તે તેના મિત્ર સાથે અવિધા ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો.આ લોકો તેમની એક્ટિવા ગાડી અવિધા ગ્રામ પંચાયત કચેરી પાસે પાર્ક કરીને ચાલતા ચાલતા લગ્નમાં જતા હતા તે દરમિયાન રોડ ઉપર નવા અવિધા ગામનો મીત સુરેશભાઇ વસાવા તેની મોટરસાયકલ પાર્ક કરીને ઉભો હતો.ચાલતા ચાલતા કિરણનો પગ ભુલથી મીતને વાગી જતા તે ગાળો બોલવા લાગ્યો હતો.તેથી કિરણે તેને શાંતિ રાખવા જણાવેલ.ગામના કેટલાક માણસોએ તેમને ઝઘડો કરવાની ના પાડતા તે ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ રાતના સાડા અગિયાર વાગ્યાના સમયે કિરણ અને તેનો મિત્ર ગણેશભાઇ અવિધા દવાખાના સામે ઉભા હતા તે વખતે મીતભાઇ તેના મિત્રો સાથે ત્યાં આવ્યો હતો અને અગાઉ આઠ વાગ્યે થયેલ ઝઘડાની રીશ રાખીને ઝઘડો કરવા લાગ્યો હતો.આ ઝઘડા દરમિયાન કિરણને ઢિકાપાટુનો માર માર્યો હતો,તેમજ નજીક ઉભેલા શેરડીના ટ્રેકટરમાંથી શેરડી ખેંચી કાઢીને મીત તેમજ તેનો મિત્ર કિરણને મારવા લાગ્યા હતા.ત્યારબાદ અન્ય લોકોએ વચ્ચે પડીને ઝઘડો બંધ કરાવ્યો હતો.જતા જતા મીત અને તેનો મિત્ર જાનથી મારી નાંખવાની ધમકી આપી ગયા હતા.આ ઝઘડા સંદર્ભે કિરણ વસાવાએ મીતભાઇ સુરેશભાઈ વસાવા,લક્ષ્મણ ઇશ્વરભાઇ માછી,યોગેશ રાયસીંગ વસાવા,સચીન રાજુભાઇ વસાવા,અજયભાઇ વસાવા તેમજ અનિલ રમણભાઈ વસાવા તમામ રહે.ગામ નવા અવિધા તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.


Share to

You may have missed