DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

*સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો…* *SSC-HSC અને વય નિવૃત્ત શિક્ષક વિદાય, શુભેચ્છા તેમજ વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ…*

Share to

*

આજરોજ તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇરકૂલ, નિરોણા મધ્યે એસ.એસ.સી – એચ.એસ.સી વિદાય શુભેચ્છા સહ વાર્ષિક પુરરકાર અને નિવૃત શિક્ષક વિદાય સમારોહના ત્રિવેણી સંગમરુપ કાર્યક્રમની શરૂઆત રવિભાણ આશ્રમ, બિબરના મહંતશ્રી જગુદાદા, કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન કરશનજી જાડેજા તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય વડે કરવામા આવેલ હતી. ત્યારબાદ માં શારદેની સ્તુતિ કરી શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબે ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો, અતિથિઓનુ શાબ્દિક સ્વાગત કરી, પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતુ. રવિભાણ આશ્રમના મહંતશ્રી નુ પુષ્પગુચ્છ અને પુસ્તક વડે શાળાના આચાર્યશ્રી ડૉ ચૌધરી સાહેબે તેમજ કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી કરશનજી જાડેજાનુ પુષ્પગુચ્છ અને પુસ્તક વડે સ્વાગત સન્માન શાળાના શિક્ષક/SPC ઓફીસર અલ્પેશભાઈ જાનીએ કરેલ હતુ. શાળાના નિષ્ઠાવાન સેવા નિવૃત્ત થનાર શિક્ષક શ્રી બાબુભાઈ એન. પરમાર સાહેબનુ SPC કેડેટ્સ દ્વારા ઢોલ નગારા વગાડી, શાળાની દિકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી, તમામ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ વર્ષા કરી શાળા પ્રાંગણમાં ભવ્ય સ્વાગત કરવામા આવેલ હતુ.* *ત્યારબાદ એસ.એસ.પી.એ શાળા પરિવાર, પ્રાથમિક ગ્રુપ શાળા, ગામના વિવિધ સમાજો, સંસ્થાઓ, મંડળીઓ, અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક દ્વારા સન્માન સાથે વિદાય અર્પણ કરવામાં આવેલ હતી. શાળા દ્વારા અપાયેલ સન્માન પત્રનુ વાંચન અલ્પાબેન ગોસ્વામીએ કરેલ હતુ.* *વિદાય લેતા શિક્ષક પરમાર સાહેબે પોતાના ૩૪ વર્ષના સંસ્મરણો વાગોળેલ હતા અને નવનિર્મિત શાળાને પોતાના તરફથી સરસ્વતી માતાની આરસપહાણની મૂર્તિ ભેંટ રુપે આપવાની જાહેરાત કરેલ હતી. શાળાના શિક્ષક તેમજ ધો. ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓએ વિદાય લેતા ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને શાબ્દિક વિદાય સહ બોર્ડની પરીક્ષાઓની શુભકામનાઓ પાઠવેલ હતી.*

*ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ પણ પોતાના શાળા જીવનની યાદોને શબ્દોના માધ્યમથી વ્યક્ત કરેલ હતી.વળી,સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ને મંચસ્થ મહેમાનો તેમજ શિક્ષકોના હસ્તે પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.મહંત શ્રી જગુદાદાએ સૌ વિધાર્થીઓ તેમજ વય નિવૃત્ત થતા શિક્ષકશ્રીને ઉન્નત જીવનની શુભકામનાઓ સહ આશિર્વચન આપેલ હતા. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નરોત્તમભાઈ આહીરે પણ પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતુ.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાની દિકરીઓ કોમલ તેમજ ખતુબાઇએ કરેલ હતુ. આભાર વિધિ આશાબેન પટેલે કરેલ હતી.શાળાના તમામ વિદ્યાર્થીઓ, તમામ સમાજના ગ્રામ અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વિદાય લઈ રહેલ શિક્ષક શ્રી બાબુભાઈ પરમાર દ્વારા શાળા મધ્યે ભોજન પ્રસાદ રાખવામા આવેલ હતો.મોટી સંખ્યામાં વિવિધ સમાજના ગ્રામ અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિદો કાર્યક્રમમાં પધારેલ હતા.*

*આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed