DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયાના ખરચી ગામેથી  હેલિકોપ્ટરમાં ગયેલ આદિવાસી યુવાનની જાન વિશે અભદ્ર ટીપ્પણી કરનાર આરોપીને ઝડપી લેવાયો..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સદર ઇસમને ખેડા જિલ્લાના વસો ગામેથી ઝડપી લીધો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી ગત તા.૧૬ મીના રોજ ભરૂચ તાલુકાના નીકોરા ગામે વસાવા સમાજના લગ્નપ્રસંગની જાન હેલીકોપ્ટરમાં ગયેલ, તે અંગે સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયોમાં આદિવાસી સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેડા જિલ્લાના વસો મુકામેથી ઝડપી લીધો હતો. આ લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડીયામાં અલગ અલગ પેજ ઉપર વાયરલ થયેલ, જેમાં ‘બોલ સે ભરૂચ પુછશે ભરૂચ’ ના ફેસબુક પેજ ઉપર લાલભાઇ ( Lal Bhai) નામના ફેસબુક એકાઉન્ટ ધારક દ્વારા આદિવાસી સમાજ વિશે જાતિ વિષયક અપ શબ્દોની ટીપ્પણીઓ થયેલ અને તેના વિરૂધ્ધમાં આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો. અને આ કારણે સમાજ-સમાજ વચ્ચે વૈમનષ્ય ન ફેલાય તે માટે ભરૂચ સાયબર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ. દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળેલ કે અભદ્ર ટીપ્પણી કરનાર ઇસમ નડીઆદ નજીકના એક ગામનો છે.મળેલ બાતમીના આધારે એલસીબી ની ટીમે અભદ્ર ટીપ્પણી કરનાર ઇસમ પિયુશગીરી ઉર્ફે લાલભાઇ બળદેવગીરી ગોસ્વામી રહે.વસોનાને ઝડપી લીધો હતો.આ ઇસમની પુછપરછ કરતા તેણે અભદ્ર ટીપ્પણી કરેલ હોવાનું જણાવ્યું હતું.આ ઇસમને આગળની કાર્યવાહી માટે ભરૂચ સાયબર પોલીસને સોંપ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સદર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.


Share to

You may have missed