*લોકેશન.કોઠારા*
*શ્રી ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત મા. શા. વિ. મ. ઉચ્ચત્તર માધ્યમિક શાળા, ભાનુશાલી ઇંગ્લિશ હાઈસ્કૂલ, ઓધવરામ ઇંગ્લિશ સ્કૂલ કોઠારા મધ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિકોત્સવ તથા ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી શ્રી કે.જે.વાઘેલા સાહેબ, સંસ્થાના સ્થાનિક સમિતિના પ્રમુખશ્રી ઇકબાલભાઈ મંધરા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મહાવીરસિંહ જાડેજા , ટી.પી.ઓ.સાહેબશ્રી હુસેનભાઈ હિંગોરા, કોઠારા પી.જી.વિ.સી.એલ.ના નાયબ ઈજનેર પરમાર સાહેબ, માજી ધારાસભ્યશ્રી ઈબ્રાહિમભાઈ મંધરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શિવજીભાઇ
મહેશ્વરી,મહેશભાઈ ભાનુશાલી,ઓસમાણભાઈ મંધરા, સામજીભાઈ ફુફલ, વાલી મંડળના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી મહેશભાઈ ફુફલ , કોઠારા ગામનાં સરપંચના પ્રતિનિધિ ત્રિકમભાઈ પરગડુ તથા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.*
*કાર્યક્રમની શરૂઆત સ્વાગતગીતથી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થી દ્વારા દેશભક્તિ ગીત, શિક્ષણ થીમ, વ્યસનમુક્તિ થીમ, ગરબા વગેરે અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ.*
*કાર્યક્રમમાં પધારેલ પ્રાંત અધિકારી શ્રી કે.જે.વાઘેલા સાહેબનું સન્માન સ્થાનિક સમિતિના પ્રમુખશ્રી ઇકબાલભાઈ મંધરા તથા શાળાના આચાર્યશ્રી મહેશભાઈ ફુફલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા શાળાના વિદ્યાર્થીઓ જે શાળામાં અભ્યાસ પૂર્ણ કરી દેશસેવામાં જોડાયા છે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું અને નર્સરી વિભાગથી ધો. ૧૨ સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. ધો. ૧૦ અને ૧૨ ના વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓનું પણ શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ સમિતિ-રાતા તળાવ તરફથી પ્રોત્સાહિત ઈનામો અપાયા હતા. કાર્યક્રમ દરમ્યાન નેપ્કિનના દાતાશ્રી પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘ વતી શ્રી ખોડુભા જાડેજા રહ્યા હતા. ભોજનના મહાદાતા શ્રી ઇકબાલભાઈ મંધરા રહ્યા હતા તેમજ તાલુકા પંચાયત અબડાસાના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા દ્વારા શાળાને ઇન્વેટર કીટ આપવામાં આવી હતી તથા ઓસમાણભાઈ હાજીમામદ મંધરા પરિવાર (હોટેલ હિમાલય નલીયા ગ્રુપ) – કોઠારા ખુર્સીઓના દાતા રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.*
*ઓધવરામ સત્સંગ મંડળ રાતાતળાવથી ટ્રસ્ટી ઉમરસીભાઈ માંગે, નાનજીભાઈ ભાનુશાલી, વસંતભાઈ ભાનુશાલી, મોહનભાઈ ભાનુશાલી ઉપસ્થિત રહ્યા હતા. મનજીબાપુ તરફથી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યું. ડો. સોકતભાઈ સુમરા, જાફરભાઈ હિંગોરા (ચેરમેન), ઈસ્માઈલભાઈ હિંગોરા,હેમુભા ઘલ, રસિકભાઈ ભગત, વસંતભાઈ પટેલ, ભરતસિંહ જાડેજા, અભાસભાઈ બકાલી, મહિપતસિંહ જાડેજા, બરાર મહતાબસિંઘ, , સેહરોઝભાઈ ખલીફા, સંજયસિંહ જાડેજા, ચાંપશીભાઈ બળિયા , ઠાકરા હાજી તાલબ, દિલુભા જાડેજા, મામધભાઈ સુમરા (સરપંચશ્રી), હમીદ ખલીફા (નાઝીર સ્ટેશનરી), તેજપાલભાઈ ઝોલા, કોઠારા પોલીસ સ્ટાફ, જી.ઈ.બી સ્ટાફ, બેંક ઓફ બરોડા સ્ટાફ તથા બહોળી સંખ્યામાં વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખશ્રી ભીમજીભાઈ વડોર સાહેબ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ જહેમત ઉઠાવી હતી.*
*કાર્યક્રમનું સંચાલન ડિમ્પીબેન ઠક્કર તથા શાળાના આચાર્યશ્રી મહેશભાઈ ફુફલ દ્વારા કરવામાં આવ્યું. ધોરણ- ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓની સાથે કાર્યક્રમની આભારવિધિ વાલી મંડળના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો