DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નવસારી ખાતે યોજાયેલ ઝોનકક્ષાની વાતાઁકથન સ્પર્ધામા.                      નેત્રંગ પ્રાથમિક શાળામા ધોરણ ૨મા અભ્યાસ કરતી દેવાંશી પ્રથમ વિજેતાની બની.

Share to

નેત્રંગ. તા.૧૯-૦૨-૨૫ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્રારા આયોજીત નિપુણ ભારત અંતર્ગત ઝોણકક્ષાની વાતાઁ સ્પર્ધા, પ્રારંભિક વિભાગ, પ્રાથમિક વિભાગ,ઉચ્ચ પ્રાથમિક વિભાગ ની સ્પર્ધા રાખવામા આવેલ હતી.
જેમા પ્રારંભિક વિભાગ બાલવાટિકાથી ધોરણ ૨ ના વિધાથીઓ માટેની વાતાઁકથન સ્પર્ધામાં ઝોન કક્ષાએ નેત્રંગ નગરમા જુના નેત્રંગ પ્રાથમિક શાળામા ધોરણ ૨ મા અભ્યાસ કરતી દેવાંશી સંજયભાઈ પરમારે ભાગ લઈ ને શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઉપરોક્ત સ્પર્ધામા પ્રથમ નંબર મેળવી નેત્રંગ નગર સહિત ભરૂચ જીલ્લા નુ ગૌરવ વધારતા પ્રાથમિક શાળાના બાળકોમા આનંદ સાથે ગૌરવ ની લાગણી ફરીવળી છે.*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed