તો કેટલાક અપડાઉન કરતા અધિકારીએ પ્રતિનિધિઓને મોકલી આપ્યા.
*તા.૧૯-૦૨-૨૫ નેત્રંગ*
રાજય સરકારશ્રીના વિવિધ વિભાગો-કચેરીઓની યોજનાકીય માહિતી તેમજ લાભાર્થીઓને લાભ મળે તેમજ ગામમાં માળખાકીય સુવિધાઓ મળી રહે તે હેતુથી રાજ્ય ભરમા રાત્રિસભાઓનુ આયોજન વહીવટી તંત્ર થકી કરવામા આવી રહ્યુ છે.
જેના ભાગ રૂપે નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી તેમજ સોહેલ પટેલ તાલુકા વિકાસ અધિકારી નેત્રંગનાઓ થકી તાલુકાના ત્રણ ગામોમાં રાત્રિ સભાનુ આયોજન કરવામા આવ્યુ છે.
જેને લઈ ને
તા.૧૮-૦૨-૨૫ ના રોજ બિલોઠી ગામે બીજા તબક્કાની રાત્રિ સભા ગ્રામપંચાયત કચેરી ખાતે યોજાય હતી, આ સભામા નેત્રંગ મામલતદાર રીતેશ બી કોકણી તેમનો સ્ટાફ અને તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ અન્ય વિભાગ ના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ રાત્રિ સભામાં બિલોઠીના ગામજનોએ મોવાળ નદીમાં ચેકડેમ આવેલ છે,તેને રિપેર કરવા, બિલોઠીથી ખામ-સામરપાડા તરફ જતો રસ્તો-કોઝવે બનાવવા, બિબોઠીથી પાટીખેડા ચેકડેમ આવેલ છે, તે તૂટી ગયેલ છે, જે રિપેર કરી આપવા , પશુ દવાખાનુ બનાવવા, ચૌધરી ચેતનભાઈનાં ધરની આગળ હેન્ડ પંપ વાળી લાઈન રિપેર કરી આપવા માટે રજૂઆત કરવામા આવેલ.
બિલોઠી ગામે યોજાયેલ રાત્રિ સભાની કાર્યવાહી નોંધ જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી,નાયબ કલેક્ટર ઝધડીયાને મોકલાવેલ છે જેમાં બિલોઠી વિસ્તારના ગ્રામ સેવક સહિત તાલુકા શિક્ષણાધિકારી નેત્રંગ, વિસ્તરણ અધિકારી ( ખેતી વાડી ) નેત્રંગ નાઓ ગેરહાજર રહેલાની જાણ કરેલ છે. જ્યારે કેટલાક અપડાઉન કરતા અધિકારીઓએ રાત્રિ સભામાં પોતાના ખાતાના કમઁચારીઓ ને પ્રતિનિધિ તરીકે મોકલી આપ્યા હતા. રાત્રિ સભામાં ગામના સરપંચ, ગ્રામપંચાયત ના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી