DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

*કવાંટ ગેર મેળા  ૨૦૨૫ અંગે નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન*

Share to

———–
*ગેર મેળા ૨૦૨૫ અંગે નોડલ અધિકારીશ્રીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપતા – જિલ્લા કલેકટરશ્રી*


છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ કવાંટના ગેર મેળો ૨૦૨૫નું જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન દ્વારા નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત લીધી હતી.

કવાંટ ખાતે ઘેરૈયાઓની ટુકડીઓ અને પ્રજાના પ્રવેશ,ફનફેર અને વાહનપાર્કીંગ વ્યવસ્થા,ખાણી પીણીના સ્ટોલની વ્યવસ્થા,મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, મુખ્ય બજાર,બસ સ્ટેન્ડના આસપાસના વિસ્તારનું કલેકટરશ્રીએ નિરીક્ષણ કર્યુ હતું.ગેર મેળાના રૂટ પ્રમાણે નોડલ અધિકારીઓને પ્રાથમિક સુવિધો માટે જરૂરી સૂચન અને માર્ગદર્શન કર્યુ હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા સહીત ગેર મેળા ૨૦૨૫ના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to