DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ગાંધીનગરથી ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા છોટાઉદેપુરના દડીગામ અને કાનાવાંટ ગામે છાપો માર્યો અને ગેરકાયેસર ડોલોમાઈટ પથ્થરનું ખોદકામ કરવામાં ઉપયોગમાં લેવાયેલો 2 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ  જપ્ત કરી સીઝ કર્યા. 

Share to

ગેરકાયદેસર ખાણોમાં ખોદકામ કરતા ઈસમોના ફફડાટ. હજુપણ ઘણું બધું બહાર આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે.

મધ્યપ્રદેશને પાડીને આવેલ છોટાઉદેપુર જિલ્લામાં ડોલામાઈટ પથ્થરની ખાણો આવેલી છે. જેમાં ઘણી કાયદેસર અને ઘણી ગેરકાયદેસર રીતે ચાલે છે. જે ખાણોમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય જેની બાતમી ગાંધીનગર ફ્લાઈંગ સ્વૉડને મળતા ગાંધીનગરથી ટીમો આવી પહોંચી હતી. અને છોટાઉદેપુરના કાનાવાટ અને દડીગામ ખાતે છાપો માર્યો હતો. જ્યાં ગેરકાયદેસર ડોલોમેટ પથ્થરનું ખોદકામ કરવા ઉપયોગમાં લેવાયેલા મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાત માહિતી અનુસાર એસ જે ચાવડા ફ્લાઈંગ સ્વૉડ નિયામકને મળેલ બાટમીના આધારે ગાંધીનગરથી ટીમો છોટાઉદેપુર આવી પહોંચી હતી. અને ખાણ ખનીજ છોટાઉદેપુર વિભાગ સાથે સંયુક્ત રીતે છોટાઉદેપુર પંથકના કાનાવાટ અને દડી ગામ ખાતે છાપો માર્યો હતો. જેમાં ડોલામાઈટ પથ્થરના ખોદકામ કરતાં 1 જીસીબી મશીન, 3 હીટાચી મશીન, 7 ડમ્પર, ટ્રેક્ટરો અને કોમ્પ્રેશન મશીન સહિત કુલ 20થી વધુ વાહનો અને સાધનો સીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે બે કરોડ ઉપરાંત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed