DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ગર્ગાચાર્ય જગતગુરૂ મહેન્દ્રાનંદગીરી મહારાજ દ્વારા કુંભના યાત્રી ઓને સફરજન ફ્રૂટ વીતરણ કરવામાં આવી રહ્યુંછે.

Share to

મહાકુંભ માં સેવા પરમો ધર્મ.

પ્રયાગરાજ સેક્ટર 16માં જગતગુરૂ મહેન્દ્રાનંદગીરી અને મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી નું એક માસથી 24 કલાક લોકોને ભજન, ભોજન અને આશ્રય આપી રહ્યાછે.

પ્રાયગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભ મેળામાં છેલ્લા એક માસથી અવિરત પણે સેક્ટર 16માં ગીરનારી શિબીર નું જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ તથા શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી દ્વારા ચલાવી રહ્યાછે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પવિત્ર ગંગા નદીના કિનારે સેક્ટર 16માં હર્ષ વર્ધન માર્ગ અને અનંત માધવ માર્ગના ચોક પર સેક્ટર 16 મેળા કાર્યાલય ની સામે વિશાળ જગ્યામાં જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર ગિરનારી શિબિર મહાકુંભ મેળાની શરૂઆત થી ધમ ધમી રહીછે જયા સમગ્ર ગુજરાત ભરમાંથી ભજન, સંતવાણી, લોક ડાયરા અને હાસ્ય કલાકારો દરરોજ ઉપસ્થિત રહી ભજન સંતવાણી પીરસી રહ્યાછે.
સૌરાષ્ટ્ર કચ્છ અને સોરઠ ભુમી ની પ્રણાલી મુજબ ગિરનારી શિબિરમાં 24 કલાક શુદ્ધ, સાત્વિક ગરમા ગરમ ભોજન પીરસવામાં આવી રહ્યુંછે સવારે ચા, કોફી, નાસ્તો, બપોરે ભોજન, રાત્રે ભોજન તથા દરરોજ ગીરનારી શિબિર ની બહાર પૂજ્ય જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ તથા શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી દ્વારા સફરજન અને ફ્રૂટ વિતરણ કરવામાં આવી રહ્યુંછે આ શિબિરમાં દરરોજ વિશ્વ શાંતિ અને કુંભયાત્રીઓ માટે યજ્ઞ હોમ હવન કરવામાં આવી રહ્યોછે.
મહાકુંભ મેળામાં સૌરાષ્ટ્ર ગુજરાત ના યાત્રીઓને રહેવા માટે વિશાળ ત્રણ ડુમ મંડપો, ભોજનાલય, 100 કરતા પણ વધુ ટેન્ટો, ભજન, સંતવાણી માટે વિશાળ મંડપ અને સ્ટેઝ, ધર્મસભા, અખાડા પરિષદ ની બેઠકો અને સંત સત્સંગ માટે અલગ ડુમ મંડપ, 100 જેટલાં ટોયલેટ, બાથરૂમ, નહાવા માટે ગરમ પાણી ની વ્યવસ્થા, પીવા માટે આર.ઓ. ફિલ્ટર યુક્ત શુદ્ધ પાણી, ગિરનારી શિબિર ની અંદર જ દવાખાનું અને ડોક્ટર ની સુવિધા જ્યાં દવા, સારવાર અને નિદાન વિનામૂલ્યે લોકોનું કરવામાં આવી રહ્યુંછે આ ગીરનારી શિબિર ની બહાર પૂજ્ય જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ તથા શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી દ્વારા મહાકુંભ દરમિયાન ચાલી રહેલી ગિરનારી શિબિર ઉતારા વ્યવસ્થા, ભજન અને ભોજન વ્યવસ્થામાં અત્યાર સુધીમાં લાખો લોકોએ ભોજન પ્રસાદ નો લાભ લઈ રહ્યાછે આ સેવાકીય પ્રવુતિમાં પૂજ્ય ગીરનારી શિબિર ની બહાર પૂજ્ય જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ મુચકુંદ ગુફા જૂનાગઢ તથા શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી ના તમામ સેવકો, શિષ્ય સમુદાય અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો કુંભ યાત્રીઓની 24 કલાક સેવા કરી રહ્યાછે તેમજ ગુજરાત દશનામ ગોસ્વામી સમાજના યુવા પ્રમુખ કૃષ્ણગીરી ગોસ્વામી લીંબડી, જનકગીરી ધારી, અમીતગીરી સાવરકુંડલા, હાસ્ય કલાકાર હકાભાઈ ગઢવી, પ્રદેશ ભાજપ અગ્રણી ભરતભાઈ બોઘરા અને તેમની ટીમ, આંતર રાષ્ટ્રીય પરિષદના મહામંત્રી રણછોડભાઈ ભરવાડ, નિવૃત પી.એસ.આઈ. ભરતબાપુ કુબાવત વગેરે સેવા આપી રહ્યાછે.


Share to

You may have missed