DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

“એકલવ્ય વિદ્યાલય- થવા ખાતે શ્રીમતી જયાબેન મોદી, હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા સફળ મેગા મેડિકલ કેમ્પનું આયોજન “

Share to

1

6/02/2025 ના રોજ નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ ,થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 જેટલા નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી. આસપાસના ગામોના 1800 જેટલા દર્દીઓએ લાભ લીધો. ECG,એક્સ રે ,લેબ ,મેડિકલ શોપ જેવી તમામ સુવિધાઓ સાથે થવા ખાતે” મીની જયાબેન મોદી હોસ્પિટલ” ઊભી કરવામાં આવી હતી. જે દર્દીઓને ઓપરેશનની જરૂર છે તેમને અંકલેશ્વર ખાતે મફત સારવાર કરવામાં આવશે.કેમ્પના દિવસે જ મેડીકલ ઇમરજન્સી છે એવા ત્રણ દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.મેડિકલ કેમ્પનો લાભ લેનાર તમામ દર્દીઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા લોકલાડીલા સાંસદશ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી
શ્રી કમલેશભાઈ ઉદાણી ,
શ્રી કિરણભાઈ મોદી ,
થવાના પ્રમુખ યોગેશભાઈ જોશી, મંત્રીશ્રી માનસિંહ માંગરોલા,મીડિયા કર્મી બ્રિજેશભાઈ પટેલ ,સર્જનભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદશ્રીએ પણ મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો અને સમાજ માટે કામ કરતી જયાબેન મોદી હોસ્પિટલની ખૂબ પ્રશંસા કરી હતી. વિશાળ દર્દીઓની મુલાકાત સાથે આ નિશુલ્ક કેમ્પ ખૂબ સફળ રહ્યો.


Share to

You may have missed