DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન* —– *નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો સરેરાશ  ૭૨.૬૫ ટકા મતદાન*

Share to

છોટાઉદેપુર:રવિવાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫, સમગ્ર રાજયમાં ૬૬ નગરપાલિકાના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો પર આજ રોજ મતદાન કરવા આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૫માં છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો પર આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ ૭-૦૦ કલાકે થયો હતો. નગરપાલિકાની ૨૮ બેઠકો પર સવારે ૭ વાગ્યા થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં ૭૨.૬૫ ટકા મતદાન નોંધાયું હતું. છોટાઉદેપુર નગરપાલિકાની મતદાન પ્રક્રિયા દરમિયાન નગરજનો સહિત મોટી સંખ્યામાં યુવા મતદારો ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદાન મથકો ઉપર ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન કરવામાં આવ્યું હતું. તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed