DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગ નગરના હાટ બજાર વિસ્તારમા ગટરના પાણીની રેલમછેલ ગંદકીમા ખદબદતો પ્લાસ્ટીકનો કચરો. જીનબજાર જૈન દેરાસર, દેવમંદિરે જતા ભક્તો અને સ્થાનિક રહીશો હેરાનપરેશાન.

Share to

ેત્રંગ નગરમા શ્રીજી ફળીયુ અને જુના પોલીસ ક્વાર્ટર પાસે દર મંગળવારે ભરાતા હાટ બજાર વિસ્તારમા ગંધાતા ગટરના પાણીની રેલમછેલ થી જીનબજાર ખાતે આવેલ જૈન દેરાસર, દેવમંદિરો જતા ભકતજનો સહિત સ્થાનિક રહીશો અને હાટ બજારમા આવતા દુકાનધારકો તેમજ ગ્રાહકો હેરાનપરેશાન થઈ ગયા છે.

તો બીજી તરફ જુના પોલીસ ક્વાર્ટર વિસ્તાર અને શ્રીજી ફળીયા વિસ્તારમા મચ્છર જન્ય રોગ ચાળો ગમે તે સમયે પોતાનો વિકરાળ પંજો ફેલાવી શકે ની દહેશતને લઈને સ્થાનિક લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

નેત્રંગ ગ્રામપંચાયતના સતાધીશોએ સ્ટેશન રોડ વિસ્તારમા વસતા કેટલાક લોકોના ધરવપરાશ થી લઇ ને ગંધાતા ગટરના પાણીના નિકાલ માટે ગટર બનાવી છે. જે પાણીનો સંગ્રહ વનવિભાગની કચેરીની સામે આવેલ રોડની બાજુમા ખુલ્લી જગ્યામા તકલાદી શોષ ખાડો બનાવેલ છે. જેના ઢાંકણ પ્રથમ તુટી ગયા બાદ શોષ ખાડા માંથી ગંધાતા ગટરના પાણી ઉભરાઇને ચોવીસ કલાક બહાર વહી રહ્યુ છે,
જે પાણી સૌથી મોટો દર મંગળવારે ભરાતા હાટ બજાર વિસ્તાર સહિત જુના પોલીસ ક્વાર્ટર વિસ્તારમા આ પાણીની રેલમછેલ થતા ચારે તરફ ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે, ગટરના પાણીમા નકરો પ્લાસ્ટીકના કચરાના ઢગલા જામી રહ્યા છે. ત્યારે મછરજન્ય રોગ ચાળો પોતાનો વિકરાળ પંજો ફેલાવે તેમ હોય જેને લઈને લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર માંથી જૈન દેરાસર, દેવમંદિરો તેમજ શાળા,કોલેજોમા ભકતજનો તેમજ બાળકોને ભારે તકલીફ પડી રહી છે, હાટ બજારમા આવતા દુકાનધારોકો તેમજ ગ્રાહકો પણ હેરાનપરેશાન થઈ રહ્યા છે.

ત્યારે હાટ બજારમા દુકાનો લઇને બેસતા ભાજપના અને પદાધિકારીઓના માનીતા નેતાઓ સહિત ગ્રામપંચાયતના આ વોર્ડના લોકલાડીલા સભ્ય, સરપંચ, ટીડીઓ અને આરોગ્ય વિભાગ દયાન આપશે ખરાનુ નગરજનોમાં ચચાઁઇ રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed