DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ચાસવડ-ડહેલી રોડ પર કબીરગામ અને સેવડ વચ્ચેના રોડ ઉપર. ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલક ને સામેથી ટક્કર મારતા, મોટરસાયકલ ચાલક નુ મોત કબીરગામનો યુવક ઝઘડીયા જીઆઇડીસીની એક કંપની માંથી સેકન્ડ સીફટમા નોકરી કરી રાત્રિના ધરે પરત આવી રહ્યો હતો.

Share to


નેત્રંગ તાલુકાના કબીરગામમા ટેકરી ફળીયા વિસ્તારમા રહેતા બાબુભાઈ કાનજીભાઈ વસાવા ઉ.વ.૫૨ કે જેઓનો પુત્ર હરીસીંગભાઈ બાબુભાઈ વસાવા ઉ.વ.આશરે ૨૫ છેલ્લા ત્રણ વર્ષ થી ઝધડીયા જીઆઇડીસીમાં આવેલ રાહુલ ફોરોમેટ એન્ડ ઈન્ગ પાઇવેટ લી.કંપનીમા નોકરી કરતો હતો.જે તા.૧૧ ના રોજ સેકન્ડ સીફટમા નોકરીએ જવાનુ હોવાથી પોતાની મોટરસાયકલ નંબર જીજે-૧૬-બીએમ-૨૩૩૬ લઇને બોપરના સમયે નિકળેલ હતો, જે પોતે સેકન્ડ સીફટની નોકરી પતાવી રાત્રિના પરત મોટરસાયકલ લઈને વાલીયા તરફથી આવી રહ્યો હતો, જે ડહેલી-ચાસવડ રોડ પર થી પસાર થઈ રહ્યો હતો.ત્યારે રાત્રિના અગિયાર વાગ્યા ના સમય ગાળા દરમ્યાન કબીરગામ તરફથી એક ટ્રક વાલીયા તરફ જઈ રહેલ જેનો નંબર જીજે-૦૫-વી-૦૦૩૯ ના ચાલકે ગફલત ભરી રીતે ટ્રક હંકારી લાવતા કબીરગામ અને સેવડ વચ્ચે ના રોડ પર હરીસીંગભાઈ ને મોટરસાયકલને સામે થી ટક્કર મારતા તેઓ રોડપર પટકાતા જમણા પગના ધુટણના ભાગે તથા જાંધના ભાગે તથા પંજાના ભાગે તથા ડાબા પગે ધુટણના ભાગે તથા કપાળના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા ધટના સ્થળે એકત્ર થયેલ કબીરગામ ના તેમજ અન્ય લોકોએ ૧૦૮ સેવા બોલાવી તાત્કાલિક વાલીયા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કરેલ, બીજી તરફ અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. લાશનુ પીએમ તા ૧૨ના રોજ થયા બાદ હરીસીંગભાઈ ની લાશને કબીરગામ ખાતે લાવી અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા, સદર બનાવ બનતા કબીરગામ પંથકમા ધેરાશોક ની લાગણી ફરીવળી હતી.
અકસ્માત ને લઇ ને મરણ જનાર ના પિતા બાબુભાઈ કાનજીભાઈ વસાવાએ વાલીયા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવતા સ્થળ તપાસ કરી વાલીયા પોલીસે મોટરવ્હીકલ એકટની કલમો લગાવી ગુના નોંધી વધુ તપાસ પીએસઆઇ ફેમીદા મોહમદ હનીફ પટેલ નાઓ ચલાવી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed