DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

* નેત્રંગ આદશઁનિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલી માહોલ ગરમાયો * વિધાર્થીઓ વિરોધ-પ્રદશઁન કરાતાં પોલીસતંત્રએ માહોલ શાંત પાડ્યો * આચાર્ય-શિક્ષકોની આંતરિક તકરારના કારણો બદલી કરાયાના અહેવાલ

Share to

નેત્રંગ તાલુકા મથકે કાયઁરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોષી-ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરીક તકરાર ચાલતો હતો.જે બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર ભરૂચ અવરનવર સમાધાન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.પરંતુ આચાર્ય-શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકયૉ હતો.આચાર્ય-શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કયૉનું જાણવા મળ્યું હતું.તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંતકુમાર વસાવાને આદર્શ નિવાસી શાળા ઝાલોદ જી.પંચમહાલ,સહાયક શિક્ષક હિમાંશુ જોષીને આદર્શ નિવાસી શાળા કુકરમુંડા જી.તાપી અને ગીતાબેન વાઘેલાને આદર્શ નિવાસી શાળા ઉકાઇ જી.તાપી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી.ત્યારબાદ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકોની બદલી થતાં નેત્રંગ ગામમાં રેલી યોજી વિરોધ-પ્રદશઁન કયુઁ હતું.નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે હડતાલ ઉપર ઉતયૉ હતા.નેત્રંગ પોલીસતંત્રને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની બદલીથી વિધાર્થીઓ શા માટે વિરોધ-પ્રદશઁન કયુઁ છે…?શિક્ષકોનો આંતરિક વિવાદમાં વિધાર્થીઓને કોણે આગળ ધયૉ તે બાબતે તપાસ થવી જરૂરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed