DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

અંકલેશ્વર થી મહારાષ્ટ્ર -બુરાહનપુર મધ્ય પ્રદેશ ને જોડતા રસ્તા, નેત્રંગ થી  રાજપારડી અને ધારોલી થી સારસા ડુંગર રાજપારડી ને  જોડતા તમામ જાહેર રસ્તાઓ બનાવવા બાબત.

Share to

માનનીય મુખ્યમંત્રી શ્રી,
ભુપેન્દ્રભાઈ પટેલ,
ગુજરાત રાજ્ય ગાંધીનગર.

અંકલેશ્વર થી વાલિયા નેત્રંગ દેડીયાપડા, મહારાષ્ટ્ર, બુરહાનપુર સુધી નો રસ્તો ઓળખાય છે. સદર રસ્તો હાલ માં અંકલેશ્વર થી નેત્રંગ સુધી એકદમ દયનીય અને બિસ્માર હાલત માં છે. જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના સેલંબા થી અંકલેશ્વર સુધી નો રસ્તો મુખ્ય ધોરીમાર્ગ છે, રાજપારડી થી નેત્રંગ ને જોડતા સદર રસ્તાઓ પર છેલ્લા ૩ વર્ષ થી રાહત દારી ઓ ટ્રાન્સપોર્ટટેશન, દવખાના, સ્કુલ, કોલેજ, રોજગારી માટે, ઈમરજન્સી જેવી સેવા ઓ સમય સર પહોંચી શકતા નથી કારણ કે રસ્તો તદન બિસ્માર હાલત માં અને ઘણા મોટા ખાડાઓના લીધે વાહનો પણ એક દમ ગોકુળગાય ગતિએ ચાલે છે. આ સાથે માનવ શરીર ને માનશીક તેમજ શારીરિક તેમજ આર્થીક હાર્ડ મારી ભોગવવી પડે છે.
ખાસતો અંકલેશ્વર થી નેત્રંગ નો રસ્તો ઈજારા ધારક દ્વારા જે રીતના કામ કરી રહ્યા છે. એ જોતા હજુ ૧ વર્ષ આબદા વેઠવી એવું લાગી રહ્યું છે.આમ જનતા જે નેત્રંગ, વાલિયા, ઝગડીયા તેમજ દેદીયાપડા, સાગબારા જાહેર જનતા જે રોજીંદા કામ અર્થે આ રસ્તાઓ પર આવન જાવન કરે છે. તેઓમાં ખરાબ રસ્તાના કરાણે ઘણો રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે હમણાં ફકત, અંકલેશ્વર થી વાલિયા સુધી ગોકુળ ગાય ની ગતિ પ્રમાણે આ રસ્તાનું કામ ચાલે છે. જેથી સદર એજન્સી કામ કરવા માટે મશીનરી વધારી નેત્રંગ થી વાલિયા સુધી કામ કરવાની બાહેંધરી આપે આ મુજબ મને ભરૂચ જીલ્લા ભીલીસ્થાન ટાઇગર સેના B.T.S આગેવાનો અને કાર્યકરો અને જાહેર જનતા દ્વારા મને લેખીત રજૂઆત કરેલ છે. તેમજ આજુબાજુ ના ગામડાઓ જે હાઇવે ની આજુ-બાજુ અડીને આવેલ છે. જે રોજ આવન જાવન માટે આ ખરાબ રસ્તાઓ ને કારણે ખુબ હાલાકી ભોગવી રહ્યા છે. જેની મને અવાર નવાર લેખીત રજુઆતો કરતા રહે છે. જેથી આ અનુસંધાને આપ શ્રી ગંભીરતાથી નોધ લઇ આપના કક્ષાએ થી કલેકટર શ્રી, કોન્ટ્રાક્ટર, માર્ગમકાન વિભાગ તેમજ સંબધિત અધિકારીશ્રીઓને ઝડપી ગતિએ કામ કરવામાટે સુચન કરવામાં આવે અને લોકોને રોડ-રસ્તાઓ બાબતે પડતી હાલાકી ની સમસ્યાઓનો નિકાલ કરવામા આવે

મહેશભાઈ સી. વસાવા
પૂર્વ ધારાસભ્ય ડેડીયાપાડા

DNS NEWS

ભરૂચ


Share to

You may have missed