DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બે બે વખત ખાતમુહર્ત કર્યા અને આઝાદી પછી પ્રથમ વખત ગરીબ આદિવાસી પ્રજાને નસીબ થયેલ.નેત્રંગ-ફોરેસ્ટ કાંટીપાળા અને ઝરણાને જોડતા રોડના એક જ વર્ષમા બેહાલ.

Share to

પદાધિકારીઓ નવીનીકરણ થતા રોડ રસ્તાઓની ચકાસણી કરે છે ખરા..?

પદાધિકારીઓ પોતાના હસ્તે ખાતમુહુર્ત થયેલ, રોડ રસ્તાઓ ઉપર પડેલ ખાડા દેખાય ખરા…

ભરૂચ જિલ્લા ના નેત્રંગ તાલુકાના કાંટીપાળા ગામના ફોરેસ્ટ ફળીયામા વસતા ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા લોકોને તેમજ ઝરણાથી સીધો નેત્રંગને જોડતા પાકા રોડ રસ્તા ની આઝાદીના સમયથી માંગ વારંવાર ની લેખિત તેમજ મૌખિક માંગ હતી ,જે બાદ પ્રથમ વખત જીલ્લા સાંસદ ના હસ્તે તેમજ ત્યાર બાદ ગત વર્ષે ઝઘડીયાના ધારાસભ્યના હસ્તે સદર રસ્તાનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું , નેત્રંગ ના લાલમંટોડી વિસ્તારથી ફોરેસ્ટ ફળીયા અને ઝરણા ગામને સીઘો જોડતો લાખો રૂપિયાની લાગતથી પાકો ડામર રોડ નસીબ થયો.પરંતુ ગત ચોમાસ પહેલા નવીનીકરણ થયેલ આ રોડમા થયેલ ગૌબાચારી તેમજ માગૅ-મકાન વિભાગ જીલ્લા પંચાયત ના જવાબદાર અધિકારીઓ સ્થળ નિરીક્ષણ વગજ એસી ઓફીસોમા બેસી એસટીમેન્ટ પ્લાન બનાવતા હોવાના કારણે રોડનુ ધોવાણ થઇ ગયુ છે.કોન્ટ્રાકટર એજન્સી દ્વારા તકલાદી મટીરીયલ વાપરતા બનાવેલ રોડ પર થી કપચી ડામર પણ અલગ થવા નું સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે. રોડનુ ધોવાણ થયા બાદ તંત્રની લાપરવાહીના કારણે આજ દીન સુધી માગૅ-મકાન વિભાગ જીલ્લા પંચાયત ના જવાબદાર અધિકારીઓ થકી આ રોડ તરફ ચોમાસા બાદ કોઈ પણ જાતની જાત તપાસ કરવામા નથી આવ્યું ત્તે સ્પષ્ટ રીતે રીતે નજરે પડી રહ્યુ છે, આ જોતા જે તે એજન્સી કોન્ટ્રાક્ટર થકી ફરીથી આ માર્ગ નું સમારકામ કે ડામર પાથરવાની કામગીરી કરવામા આવેલ નથી તે વું લોકો નું કહેવું છે.
નાળાઓની બંન્ને સાઇડોનુ પણ ધોવાણ થઇ ને નકરી કપચી દેખાઈ રહી છે. એક નાળા ઉપર નબળી કામગીરીને લઈ ને ભુવો પણ પડી ગયો છે. તેવા સંજોગોમાં પદાધિકારીઓ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા નવા નવીનીકરણ થઈ રહેલા, રોડ રસ્તાઓનુ નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે તેઓના હસ્તે ખાતમુહુર્ત થયા બાદ નવા રોડ રસ્તાઓ માત્ર ને માત્ર એક વર્ષના સમય ગાળામા હાલબેહાલ થયેલ હોય તેવા રોડ રસ્તાઓનુ પણ જાત નિરીક્ષણ કરે તેવુ તાલુકાની ગ્રામ્ય વિસ્તાર ની ગરીબ પ્રજાજનોમાં ચચાઁઇ રહ્યુ છે.

તંત્ર થકી નેત્રંગ-કાંટીપાડા ફોરેસ્ટ ફળીયા અને ઝરણાને જોડતા રોડની તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા વિકાસના કામે ગોબાચારી આચરવામા આવી રહેલ હોઈ જે ભસ્ટાચારની વિજીલેનસ તપાસ ગાંધીનગર થી હાથ ધરવામાં આવે તો મોટી માત્રમા કો્ટ્રાકટર તેમજ તંત્રની ગોબાચારી બહાર આવે તેવુ તાલુકાની પ્રજામાં ચચાઁઇ રહ્યુ છે.

#DNSNEWS BUREAU REPORT


Share to

You may have missed