DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા

Share to

નવી દિલ્હીથી કેજરીવાલ ચૂંટણી હાર્યા, પ્રવેશ વર્મા સામે મોટી હાર થઈ છે. મનિષ સિસોદિયા બાદ કેજરીવાલને પણ દિલ્હીના લોકોએ જાકારો આપ્યો છે. આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની કારમી હાર થઈ છે. ભાજપના પ્રવેશ વર્માએ તેમને 3 હજાર કરતા વધુ મતથી હાર થઈ છે.

આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં માત્ર સત્તા ગુમાવી નથી, પરંતુ તેના દિગ્ગજ નેતાઓ પણ હારનો સામનો કરી રહ્યા છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી મનીષ સિસોદિયાને જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડયો છે. ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહે તેમને હરાવ્યા છે.

મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી 675 મતોથી હારી ગયા છે. ભાજપના તરવિંદર સિંહે અહીંથી જીત નોંધાવી છે.

બીજી તરફ ભરત નગર મતગણતરી કેન્દ્રની બહાર ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે.
૨૭ વર્ષની લાંબી રાહ પછી દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી વાપસી કરતી દેખાય છે. શરૂઆતના વલણોમાં ભાજપ 43 બેઠકો પર આગળ છે. તે જ સમયે, દિલ્હીમાં સતત બે વખત સરકાર ચલાવનાર આમ આદમી પાર્ટી 28 બેઠકો સુધી સિમિત રહી હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં સતત ત્રીજી વખત કોંગ્રેસનું ખાતું ખુલે તેવી પણ શક્યતા નથી.


Share to

You may have missed