DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકના ગામોએ વીજ ટીમોની આકસ્મિક ચેકિંગ દરમિયાન ૯ લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઇ..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

વીજ કંપનીની ૨૨ ટુકડીઓના ચેકિંગ દરમિયાન ૮૪૦ વીજ જોડાણો પૈકી ૨૧ જોડાણોમાં ગેરરીતિઓ પકડાઈ


ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકના ગામોમાં આજે વહેલી સવારે વીજ કંપનીની વિવિધ સ્થળોએથી આવેલ ટીમોએ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ વીજ ચેકિંગ દરમિયાન ૨૧ જેટલા જોડાણોમાંથી ૯ લાખ ઉપરાંતની રકમની વીજચોરી ઝડપાઇ હતી.આ અંગે વીજ કંપનીના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ આજે બુધવારે વહેલી સવારથીજ રાજપારડી પંથકના વણાકપોર,ભાલોદ,ઓરપટાર સહિત રાજપારડી ટાઉન વિસ્તારમાં વીજ કંપનીની ૨૨ ટીમોએ ૨૫ જેટલા વાહનો અને ૧૦૦ થી વધુ કર્મચારીઓ સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરીને ૮૪૦ જેટલાં વીજ જોડાણો તપાસવામાં આવતા તે પૈકી ૨૧ જેટલાં વીજ જોડાણોમાં ગેરરીતીઓ જણાઈ હતી. વીજ કંપની દ્વારા અવનવી તરકીબો વાપરી વીજ ચોરી કરતા ઝડપાયેલા વીજ ચોરોને ૯ લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો, વીજ ચોરી કરતા ઝડપાયેલ વીજ જોડાણોના લંગરો, વાયરો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજચોરી કરનાર ઇસમોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છેકે વીજ ચોરી એ વીજ કંપની માટે માથાના દુખાવા સમાન તકલીફ હોઇ વીજ કંપની દ્વારા અવારનવાર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. અગાઉ પણ ઝઘડિયા પંથકના કેટલાક ગામોમાથી લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઇ હતી. જ્યારે આગામી દિવસોમાં પણ હજુ મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરાશે તેમ વીજ કંપનીના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.


Share to

You may have missed