જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેષ જાંજડીયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓએ સુચના આપેલ હોય કે આગામી નવરાત્રી તહેવાર સબબ જિલ્લામા પ્રોફી-જુગારની બદી સદંતર નેસ્તનાબુદ કરવા ખાસ સુચનાઓ કરવામાં આવેલ હોય જે અન્વયે ના.પો.અધિ.શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ જુનાગઢ વિભાગ, જુનાગઢ નાઓના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.આર.એસ. પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ તા.૦૩/૧૦/૨૦૨૪ નાં રોજ વિસાવદર પો.સ્ટેના પો.ઇન્સ આર.એસ.પટેલ સાહેબ તથા ડ્રા.પી.કોન્સ પ્રતાપભાઈ માણસુરભાઈ નાઓને સયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, ભલગામ ગામે ૬૬ કે.વી જેટકો ફીડરની પાછળના ભાગે અમુક ઇસમો જાહેરમાં તીનપતી રોન નામનો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી જુગાર રમે છે જેથી પો.ઇન્સ.આર.એસ.પટેલ સાહેબની સુચના મુજબ બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા કુલ ૦૬ ઇસમો ગોળ કુંડાળુ વળી જાહેરમાં જુગાર રમતા હોય જે તમામ ઇસમોને સાથેના પો.સ્ટાફના માણસોએ પકડી કુલ રૂ.૨૩,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ જે આરોપી વિરૂધ્ધ વિસાવદર પો.સ્ટે માં ગુન્હો રજી. કરી ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.
આ કામેની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ.ડામોરનાઓ ચલાવી રહેલ હોય જેઓ તથા પો.સ્ટાફએ આ કામેના આરોપીને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મળી આવેલ આરોપીઓ-
(૧) વજુભાઇ નાનજીભાઈ પાટડીયા, ભલગામ ગામ તા.વિસાવદર
(૨) ભીખુભાઇ મુળજીભાઈ સાગઠીયા, ભલગામ ગામ તા.વિસાવદર (૩) ભાવેશભાઈ મહેન્દ્રભાઇ માલાણી,ઓડ, .ભલગામ ગામ, તા.વિસાવદર(૪) ભાવેશભાઇ બાબુભાઈ સોલંકી,.ભલગામ ગામ તા.વિસાવદર
(૫) રાજુભાઇ પુનાભાઇ ખાંટ, રજપુત .ભલગામ ગામ, તા.વિસાવદર
(૬) રવજીભાઈ રામજીભાઇ સાગઠીયા, ભલગામ ગામ, તા.વિસાવદર
આ કામગીરીમા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ સાહેબ તથા પો.સબ ઇન્સ.આર.એસ.ડામોર સાહેબ તથા આસી. સબ ઇન્સપેક્ટર બી.વી.કરમટા તથા પો.કોન્સ હિંમતભાઇ ડાયાભાઇ તથા પો.કોન્સ. દીનેશભાઈ અરજણભાઇ તથા પો.કોન્સ. રાકેશભાઇ બાઉવેદભાઇ તથા પો.કોન્સ રાજુભાઇ ચંદુભાઇ તથા ડ્રા.પો.કોન્સ પ્રતાપભાઇ માણસુરભાઇએ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયાના સારસા ગામે વાડામાં બાંધેલ નવજાત વાછરડું કોઇ હિંસક પશુ ખેંચી ગયું
* નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામે ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો * દીપડાએ બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ
જૂનાગઢમાં ગરવા ગિરનારની ઐતિહાસિક પરિક્રમા ને લઈને પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબ દ્વારા પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું