December 5, 2024

૨જી ઓક્ટોબરે ઝારખંડના હજારીબાગ ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓના કલ્યાણ માટેના કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ ૪૦ એકલવ્ય રેસીડેન્સીયલ મોડેલ સ્કૂલોનું કર્યું લોકાર્પણ અને ૨૫ સ્કૂલોનું વિવિધ રાજ્યોમાં ભૂમિ પૂજન

Share to

……….
નર્મદા જિલ્લામાં કરાઠાં ખાતે રૂપિયા ૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૧.૫ એકર જમીનમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ દ્વારા ભૂમિ પૂજન : ગોરા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતેથી તકતીનું અનાવરણ કર્યું. પ્રધાનમંત્રીશ્રીનું પ્રેરક સંબોધન. ચૂંટાયેલા જન પ્રતિનિધિ અને બાળકો દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી નજરે નિહાળ્યું

.

………
નાંદોદ તાલુકાના ૩૦૦ વિદ્યાર્થીઓને આ એકલવ્ય સ્કૂલ શરૂ થવાથી મળનારો લાભ. અદ્યતન સુવિધા સાથેનું હોસ્ટેલ બિલ્ડીંગ તથા એકલવ્ય સ્કૂલ આકાર લેશે. આગામી માર્ચ ૨૦૨૬ માં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક
……….

ાજપીપલા, ગુરૂવાર:- દેશભરમાં ૨જી ઓક્ટોબરે ગાંધી જયંતી અવસરે અનેકવિધ સ્વચ્છતા અભિયાન, કાર્યક્રમો, સ્વચ્છતા હી સેવાના કાર્યો યોજાયા હતા. જેમાં ચોકની સફાઈ, બગીચાની સફાઈ તેમજ સફાઈ કર્મીઓને સન્માન કરીને આ અભિયાનને બિરદાવવાનું કામ મહાનુભાવોના હસ્તે થયું છે. અને પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધી જયંતી એ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથેસાથે લોકાર્પણ ખાતમુહૂર્તના કામો અને ગાંધી જયંતીના ઉપલક્ષમાં કાર્યક્રમ આયોજિત થયા હતા.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતેથી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજ્યો હતો. જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝારખંડના હજારીબાગ ખાતેથી અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે કરોડો રૂપિયાના વિકાસ કાર્યો જનતાને વિવિધ રાજ્યોમાં અર્પણ કર્યા હતા. જેમાં કેન્દ્રીય આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત ૪૦ એકલવ્ય રેસીડેન્સીયલ મોડેલ સ્કૂલ નું લોકાર્પણ અને વિવિધ રાજ્યોમાં ૨૫ એકલવ્ય મોડેલ સ્કુલોનું ભૂમિ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપલા નજીક કરાઠાં ગામ ખાતે રૂપિયા ૨૫ કરોડના ખર્ચે ૧૧.૫ એકર જમીનમાં આકાર પામનાર એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલ આદિજાતિ વિભાગ દ્વારા મંજૂર થયેલ જેનું ભૂમિપૂજન ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્થળ નિરીક્ષણ અને ગ્રામજનો સાથે આ તૈયાર થનાર બિલ્ડીંગ અંગે લોકોને જાણકારી આપી માહિતગાર કર્યા હતા.

કેવડિયા એકતાનગર ગોરા ખાતે આવેલી એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે કરાઠાં ખાતે ભૂમિ પૂજન કર્યું તે તકતીનું અનાવરણ કર્યું હતું અને ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, અહીં ગોરા ખાતે આવેલી ઇ.એમ.આર.એસ સ્કૂલ જેવી જ સ્કૂલ કરાઠાં ખાતે આકાર લેશે અને તેમાં નાંદોદ તાલુકાના અને અન્ય તાલુકાના 300 બાળકોને તેનો લાભ મળશે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાના માનવી આદિવાસી લોકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સડક જેવી પ્રાથમિક સુવિધામાં વધારો કરવા માટે આજે ગાંધી જયંતી અવસરે ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળ ઝારખંડ ખાતેના હજારીબાગ ખાતેથી કરોડો રૂપિયાના વિકાસ કાર્યો આદિવાસી લોકોને ભેટ ધર્યા હતા અને તેઓ આપણા લોકોની હર હંમેશ ચિંતા કરે છે, અને માગ્યા વિના આપે છે. જેમ ઈમારતના પાયા મજબૂત હોય તો મકાન વધુ મજબૂત અને ટકાઉ રહે તેમ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે બજેટમાં બે ગણો વધારો કરીને વિવિધ યોજના થકી લોકોને લાભ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી જનમન યોજના થકી વંચિત લોકોને લાભ આપવામાં આવી રહ્યા છે ડેડીયાપાડા વિસ્તારમાં પ્રધાનમંત્રીશ્રીએ કન્યા કેળવણી અભિયાન ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે શરૂ કર્યું અને તેના સારા પરિણામ જિલ્લાને મળ્યા છે આજે નર્મદા જિલ્લામાં મહિલાઓના શિક્ષણનું પ્રમાણ ૬૮.૩૨ ટકા થયું છે અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી ગયો છે. આદિજાતિને શિક્ષણની આધુનિક સુવિધા પ્રદાન થશે તો તે દેશ અને જિલ્લાનું નામ ઉજાગર કરશે તેવી મને પુરી શ્રદ્ધા છે.

આ પ્રસંગે ગોરા એકલવ્ય સ્કૂલની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું અને પ્રધાનમંત્રીશ્રીનો પ્રેરક સંદેશો વર્ચ્યુઅલ માધ્યમથી નજરે નિહાળી સાંભળ્યો હતો. પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, મહામંત્રીશ્રી વિક્રમભાઈ તડવી, તાલુકા પંચાયત ગરુડેશ્વરના પ્રમુખશ્રી માગતાભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્યશ્રી દિનેશભાઈ, શ્રવણભાઈ તડવી, શ્રી સુરેશભાઈ તલાટી, એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલ ડેડીયાપાડાના આચાર્યશ્રી મુમતાઝબેન, તિલકવાડા અને ગોરા સ્કૂલના આચાર્યશ્રી રાકેશભાઈ લકુમ અને વિદ્યાર્થીઓ ગ્રામજનો અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed