October 12, 2024

ઝઘડિયા તાલુકાની અવિધા પ્રાથમિક શાળામાં CRC કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો.

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ભરૂચ જિલ્લાની અવિધા પ્રાથમિક શાળામાં GCERT ગાંધીનગર પ્રેરિત સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૪-૨૫ ૧૩મી સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવ્યું હતું. જેમાં રાજપારડી CRC ની સરકારી અને ખાનગી શાળાના ૫૫ બાળકોએ જુદાં-જુદાં પાંચ વિભાગોમાં કૃતિઓ રજૂ કરી પ્રદર્શનમાં ભાગ લીધો હતો. નિર્ણાયકશ્રીઓ એ તટસ્થપણે નિર્ણય કર્યો હતો. જેમાં ખોરાક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં પ્રથમ ક્રમે રતનપોર શાળા, પરિવહન અને પ્રત્યાયન વિભાગમાં સીમધરા શાળા, કુદરતી ખેતી વિભાગમાં વણાકપોર શાળા, આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગમાં રાજપારડી કન્યા શાળા, ગાણિતિક નમુના અને કોમ્પ્યુટેશનલ થીંકીંગ વિભાગમાં અવિધા શાળા પ્રથમ ક્રમે રહી હતી. આ કાર્યક્રમમાં CRC નવતેજભાઈ તથા અવિધા ગૃપાચાર્ય નરેન્દ્રભાઈ એ વિજ્ઞાન પ્રદર્શન સંદર્ભે બાળ વૈજ્ઞાનિકોને પ્રાસંગિક સમજ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સ્ટેટ બેંક અવિધા શાખાના મેનેજર શ્રીમતિ હીનાબેન તથા CRC દ્વારા બાળકોને ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામ આગેવાન નટુભાઈ વસાવા તથા શૈલેશભાઈ પટેલ હાજર રહ્યાં હતા.આ કાર્યક્રમમાં અવિધા શાળા સહ તમામ ૨૨૫ બાળકોને અવિધા ગ્રુપના મુખ્ય શિક્ષકો તથા વણાકપોર શાળાના શિક્ષક અશોકભાઈ પરમાર તરફથી સુંદર પ્રીતિભોજન કરાવવામાં આવ્યું હતું. અંતે ગૃપાચાર્યશ્રી નરેન્દ્રભાઈ એ શાળા પરિવાર વતી તમામનો અભાર વ્યક્ત કર્યો હતો.


Share to