October 11, 2024

* નેત્રંગ તાલુકામાંથી બે અલગ-અલગ સ્થળો ઉપરથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો * રૂ.૧,૨૬,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો,એક ખેપિયો પકડાયો-બે ફરાર

Share to

* પીઆઇ આર.સી વસાવાની કડકહાથની કાયઁવાહી અસમાજીક તત્વોમાં ફફડાટ

તા.૧૧-૦૯-૨૦૨૪ નેત્રંગ.

નેત્રંગ પો.સ્ટેશનના પીઆઇ આર.સી વસાવા અને પો.કમીઁ પેટ્રોલિંગમાં હતા.જે દરમ્યાન નેત્રંગના વણખુંટા ગામના કનુ પ્રતાપ વસાવા પોતાના ઘરની પાછળ વિદેશી દારૂ સંતાડ્યો હોવાની બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ :- ૩૧૪ જેની કિંમત ૩૧,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી અને વિદેશી દારૂનું વેચાણ કરતાં સંદિપ કનૈયા વસાવાને પકડી જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.જ્યારે મુખ્ય સુત્રધાર કનુ પ્રતાપ વસાવાની ફરાર થતાં ધરપકડ માટેના ચક્રોગતિમાન કયૉ હતા.જ્યારે બીજી બાજુએ નેત્રંગના કોચબાર ગામનો રાજદીપ પ્રહલાદ વસાવા ઇક્કો ગાડી નંબર :- જીજે-૧૬-ડીપી-૧૮૭૯ માં વિદેશી દારૂ ભરીને ડેડીયાપાડાથી નેત્રંગ તરફ આવતા હોવાની બાતમીના આધારે શણકોઈ ગામે કોડઁન કરીને ઇક્કો ગાડીને ઉભી રાખવાનો પ્રયત્ન કરતાં નાસી ગયો હતો,અને કોચબાર ગામે ઝાડી-ઝાખરમાં વિદેશી દારૂની બોટલ નંગ : ૯૪ જેની કિંમત ૯,૪૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જ્યારે પોલીસે રાજદીપ પ્રહલાદ વસાવા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે,ભરૂચ જીલ્લામાં કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓને આસાની અંજામ આપવા માટે નેત્રંગ એપીસેન્ટર ગણાય છે.જેમાં નેત્રંગ પો.સ્ટેનના પીઆઇ આર.સી વસાવાની કડકહાથની કાયઁવાહીથી અસમાજીક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to