રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિરોડી નગરે પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં જૈન ધર્મના લોકોનો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે એમાં પર્યુષણ પર્વ આગામી આઠ દિવસ સુધી શ્રાવકો અને શ્રાવિકાઓ તપ દર્શન ચારિત્ર્ય અને જ્ઞાન વિશેનું વ્યાખ્યાન સાંભળી અને આરાધના કરશે સાથોસાથ આ પર્વમાં જીવન જીવવાની કળા નું મહત્વ જણાવતો હોવાને લીધે તેની ઉજવણી આરાધના પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં કરવામાં આવી રહીછે ચાતુર્માસ દરમ્યાન આવતા આ પર્યુષણ પર્વમાં પૂજ્ય ગુરુદેવ પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી ભાઈમહારાજ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાવીર સ્વામીએ સાધુ સાધ્વીજી શ્રાવકના એક સંઘ ની રચના કરી હતી જેમાં શ્રાવક અને શ્રાવિકાના આરાધના માટેનું આ મુખ્ય અવસર રહેલો છે જેમાં ખાસ કરીને શ્રાવક શબ્દની આખી વ્યાખ્યા કે એટલે શ્રદ્ધાળુ એટલે વિવેક બળ અને ક એટલે ક્રિયાપદ આ ત્રણેય વસ્તુનો સુમેળ કરવા માટેનો અવસર એટલે પર્યુષણ મહાપર્વ રહેલો છે પર્વાધીરજ પર્યુષણ મહાપર્વની અંદર આઠ દિવસ સુધી જ્ઞાન દર્શન તપ અને ચારિત્ર આ ચાર પાયાની આરાધના વિશ્વનો દરેક જૈન સમાજના લોકો મળીને સમૂહ આરાધના કરીને પર્યુષણની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં રાજામહારાજ સાહેબ, નયપ્રભા મહારાજ સાહેબ, શ્રવણ મહારાજ સાહેબ, નો ટેન્શન મહારાજ સાહેબ, છોટુ મહારાજ સાહેબ અનેક સાધ્વીજી મહારાજ સાહેબ, અને હજારો ભક્તો દ્વારા પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે
રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ