December 8, 2024

નવીનગરી કોંઢ તા.વાલિયા ભરણપોષણના કેસમાં સજા પામેલ આરોપીને વાલિયા પોલીસે  જેલના હવાલે કર્યો

Share to

સજા પામેલ આરોપીને ઝડપી લઇને જેલને હવાલે કર્યો હતો.ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા તેમજ સજા વોરંટના આરોપીઓને પકડી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તેના અનુસંધાને વાલિયા પીઆઇ એમ.બી.તોમર દ્વારા વાલિયા પોલીસ સ્ટાફની અલગઅલગ ટીમો બનાવીને સજા વોરંટના આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરમિયાન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર ફેમીલી કોર્ટ દ્વારા સજા કરાયેલ પંકજભાઇ મંગાભાઇ વસાવા રહે.નવીનગરી કોંઢ તા.વાલિયા જિ.ભરૂચના તેના ઘરે આવેલ છે. પોલીસે મળેલ બાતમીના આધારે કોંઢ ગામેથી સદર ઈસમ પંકજભાઇ મંગાભાઇ વસાવાને પકડી લીધો હતો અને જિલ્લા જેલ ભરૂચ ખાતે મોકલી આપ્યો હતો.સદર ઇસમને ફેમીલી કોર્ટ અંકલેશ્વર દ્વારા ૩૬૦દિવસની સાદી કેદની સજા કરવામાં આવી હતી.


Share to