September 5, 2024

ઝગડીયા જીઆઈડીસી સ્થિત પ્રિવી સ્પેશ્યાઆલિટી નામની કંપનીની બહાર પ્રદુષિત માટી જોવા મળતા GPCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

પ્રદુષિત માટી તેમજ પ્રિવી કંપનીની અંદરથી અલગ અલગ કેમિકલ ના સેમ્પલ લેવામાં આવ્યા

ચોમાસા દરમિયાન ઝગડીયા તાલુકાના ઉદ્યોગો ને ફાવતું મળી જતું હોઈ છે જેનો લાભ લઈ પ્રદુષિત કચરો જાહેર મા ઠાલવી રહ્યા છે ઉદ્યોગો ને જાણે કોઈનો ડર રહ્યો નથી તેમ જાહેરમા પ્રદુષણ ફેલાવી રહ્યા છે અવારનવાર વિવાદો મા રહેતી અને ઝગડીયા GIDC મા આવેલ પ્લોટ નંબર 765 મા સ્થિત પ્રિવી સ્પેશ્યઆલિટી નામની કંપનીના ગેટ સામે પ્રદુષિત માટી જોવા મળતા જાગૃપ નાગરિકો દ્વારા GPCB ને આ બાબતે જાન કરતા GPCB ના કર્મચારીઓ દ્વારા કંપની ગેટ સામે નાખવામાં આવેલ પ્રદુષિત માટી તેમજ પ્રિવી કંપનીની અંદરથી અલગ અલગ કેમિકલ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસ થી સમગ્ર ભરૂચ જિલ્લા મા પડી રહેલ અવિરત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જેનો લાભ વરસાદમા ઉઠાવી કેટલાક ઉદ્યોગો ને ફાવતું મળી જતું હોઈ જેમાં ગતરોજ ઝગડીયા ની કંપની પણ જાહેર મા પ્રદુષિત માટી વરસાદી કાસ મા ઠાલવી હોવાની વિગત સાંપડી હતી જેમાં પ્રિવી કંપની ની પાસે પસાર થતી વરસાદી કાસ મા મોટી માત્રામા કલર યુક્ત પ્રદુષિત માટી ઠાલવી દિધી હોઈ તેમ જોવા મળ્યું હતું ઝગડીયા જી આઈ ડી સી સ્થિત પ્રિવી કંપની ની બહાર આ માટી હોઈ જેથી કરી આ માટી પ્રિવી કંપની દ્વારા નાખવામાં આવી હોઈ તેમ પ્રાર્થમિક દ્રષ્ટિ એ લાગતા GPCB ની ટિમ દ્વારા બહાર પડેલ માટી ના સેમ્પલ લીધા બાદ પ્રિવી કંપનીની અંદરમા તપાસ હાથ ધરી હતી અને કંપની ના અંદરમાંથી પણ કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા હતા જેને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે તેમ આવેલ GPCB ના અધિકારી દ્વારા જણાવાયું હતું જોકે આ બાબત ની જાન પ્રિવી કંપની સત્તાધીસો ને થતાજ કંપનીમા વાતાવરણ ગરમાઈ ગયું હતું તેમજ કંપની મા ચેહલપેહલ વધી જવા પામી હતી ત્યારે આ બાબતે પ્રદુષિત માટીના નમૂના ના રિપોર્ટ આવ્યા બાદજ ખબર પડશે કે આ માટી પ્રદુષિત છે કે કેમ હાલ તો ઝગડીયા GIDC મા GPCB દ્વારા કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર GIDC મા પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોમા ફૂફડાટ વ્યાપી જવા પામ્યો છે…


Share to

You may have missed