November 5, 2024

જૂનાગઢમાં ઠેર ઠેર રથયાત્રા નીકળી શ્રી ભક્તો દ્વારા કૃષ્ણ ભગવાન જન્મ અષ્ટમી ની ઉજવણી કરવામાં આવી

Share to

જૂનાગઢના ભેસાણમાં 20 કિલોમીટર જેટલી લાંબી શ્રીકૃષ્ણ ભગવાનની રથયાત્રા નીકળવામાં આવી હતી જેમાં શહેરના સરદાર પટેલચોક, ગાંધીચોક, રામગઢપ્લોટ ચોક, વિવિધ રોડ રસ્તા ઉપર હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા રથયાત્રા કાઢીને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શ્રીકૃષ્ણ હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક છે જે આજે પણ હજારો વર્ષ પછી પણ અડગ રહ્યું છે ભગવાન શ્રીકૃષ્‍ણ શ્રાવણ સુદ આઠમે જન્‍મ્‍યા હતા. તેની ઊજવણીના ભાગરૂપે વર્ષોવર્ષ જન્‍માષ્‍ટમીનું પર્વ મનાવાય છે. ભગવાન શ્રીકૃષ્‍ણ મથુરાની જેલમાં જન્‍મ્‍યા. તેમના પિતાએ યોગમાયાના બળે જેલમાંથી યમુના નદી પાર કરી. નંદ-યશોદાને ઘરે ઉછેરવા મૂકી આવ્‍યાં. હતા ગોકુળમાં ભગવાન શ્રીકૃષ્‍ણે તેમની બાળ લીલાઓ કરી હતી પરંપરાગત રીતે કૃષ્‍ણભક્તો સાતમનો આઠમનો ઉપવાસ રાખે છે. આઠમની મધ્‍યરાત્રીએ કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી કરી નોમના દિવસે સમયમાં ‘દહી’ હાડી ના કરતબો કરીને યુવાનો ભાઈઓ બહેનો બાળકો વૃદ્ધો સહિત આનંદ ઉમંગથી જન્માષ્ટમી ની ઉજવણી કરિ હતી તેમજ રથયાત્રા દરમિયાન ભેસાણ પી એસ આઇ, એમ.એન કાતરીયા સાહેબ પોલીસ સ્ટાફ કનકસિંહ, અનાકભાઈ, હિતેશભાઈ, જી.આર.ડી સહિત ખડેપગે રહીને રથયાત્રામાં સુરક્ષા પુરી પાડી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed