ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને, મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને આજે રવિવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સાવચેતી અને બચાવ તથા રાહતના પગલાંઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા-તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ના છોડવા તાકીદ કરવામાં આવી છે.
