ભરૂચ જિલ્લામાં વરસાદ ચાલુ હોય જિલ્લામા વરસાદને લઈ નેત્રંગ તાલુકામા આવેલ ધોલી ડેમ, પિંગોટ ડેમ, તેમજ બલદવા ડેમ હાલ ઓવરફ્લો થવાની તૈયારમાં છે. જ્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમા સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં નોંધાયો છે. વરસાદના આંકડાની વાત કરીએ તો,
જંબુસર 14 મી.મી.
આમોદ 14 મી.મી.
વાગરા 1 ઇંચ
ભરૂચ 1 ઇંચ
ઝઘડિયા 1 ઇંચ
અંકલેશ્વર 1.5 ઇંચ
હાંસોટ 3 ઇંચ
વાલિયા 3 ઇંચ
વરસાદ નોંધાયો છે.
નેત્રંગ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ જિલ્લામાં બે દિવસ એટલે તારીખ ૨૫ અને ૨૬ બે દિવસ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ! જાહેર કર્યું છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.
જિલ્લામાં તા.૨૫/૦૮ અને ૨૬/૦૮ ના અત્યંત ભારે વરસાદ (રેડ એલર્ટ) ની
જાહેર કરવામાં આવી છે. રેડ એલર્ટ ને ધ્યાન પર લઈ તમામ જિલ્લા કલેકટર તુષાર સુમેરાનાઓ દ્વારા નાગરિકોને સતર્કતા જાળવવા તથા બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી છે.
*વિજય વસાવા નેત્રંગ*