October 11, 2024

આઈ.ટી.આઈ.અંક્લેશ્વર પ્રવેશસત્ર-૨૦૨૪ માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવા બાબત*

Share to

ભરૂચ- શુક્રવાર- આઈ.ટી.આઈ.અંકલેશ્વર, જી.ભરૂચ ખાતે ચૌથા રાઉન્ડના તાલીમી પ્રવેશ સત્ર – ૨૦૨૪ અંતર્ગત વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના ટ્રેડ/વ્યવસાયમાં ખાલી રહેલ બેઠકોમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તા. ૨૭/0૮/૨૦૨૪ થી તા. ૩૧/૦૮/૨૦૨૪ દરમિયાન પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. રોજે રોજ એડમીશનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જેમાં સવારે 09:30 કલાકથી સાંજના 04:00 સુધી ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે. ફોર્મ કન્ફર્મ કર્યા પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી રૂ. 50/- ભરવાના રહેશે. ત્યારબાદ સાંજના 04:00 કલાક પછી જે તે દિવસનું મેરીટ જનરેટ કરી તમામ ઉમેદવારોને એડમીશન આપવામાં આવશે. જેથી ઉમેદવાર એક જ દિવસ હાજર રહી એડમીશનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

GEN, EWS, SEBC કેટેગરીના ઉમેદવારોએ રૂ. 600/- ઓનલાઇન ફી અને રૂ. 250/- ડિપોઝીટ રોકડા ભરવાની રહેશે. SC, ST કેટેગરીના ઉમેદવારો તેમજ મહિલા અને દિવ્યાંગ ઉમેદવારોએ રૂ. 250/- ડિપોઝીટ રોકડા ભરવાની રહેશે.વધુ માહિતી માટે આઈ.ટી.આઈ., અંકલેશ્વર ખાતે રૂબરૂ સંપર્ક કરવો. તાલીમ સંસ્થા અને કૌ.પ.કેન્દ્ર, અંકલેશ્વરની અખબારી યાદીમાં જણાવાયું છે.


Share to