નસવાડી તાલુકામાં સવારથી ધોમધાર વરસાદ પડતાં વાતવરણમાં ઠંડક પ્રસરી હતી લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ બેઠાલા ખેડૂતોમાં ધોમધાર વરસાદ વરસતા ખુશી છવાઈ હતી સાથે નસવાડી તાલુકામાંથી પસાર થતી મેણ નદી અને અશ્વિન નદીમા પાણી આવતા નદી બે કાંઠે વહેતી થઇ છે જેથી આ નદીમાં પાણી સંગ્રહ થતા અગાઉ ખેતીમાં ઉપયોગી બનશે અને પાણીના સ્તર પણ ઉચા આવશે જેને લઇ ખેડૂતો માં ખુશી છવાઈ છે આ બે નદી નસવાડી તાલુકાના 100 થી વધુ ગામોમાંથી પસાર થાય છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદથી પાણી ના જળસ્તર ઉંચા આવશે ડુંગર વિસ્તાર ખેડૂતો આકાશી ખેતી ઉપર નિર્ભર છે જયારે ધોમ ધાર વરસાદ વરસતા તાલુકામાં કોતરમાં પણ પાણી ભરાતા કોતરો છલકાયા હતા સારો વરસાદ પડતા ખેતી સારી થવાની આશા ખેડૂતો ને બંધાઈ છે
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર