October 12, 2024

ઉપરવાસ સહિત જિલ્લામાં પડી રહેલા વરસાદથી  રાજ બોડેલી માંથી પસાર થતી હેરણ નદી બે કાંઠે

Share to

બોડેલી સહિત ઉપરવાસમાં થયેલ સાર્વત્રિક વરસાદથી બોડેલી તાલુકામાંથી પસાર થતી હેરણ નદી બંને કાંઠે થતા રાજવાસણા ડેમ ઓવરફ્લો

ઉપરવાસ સહિત છોટાઉદેપુર જિલ્લામાં થયેલ સાર્વત્રિક વરસાદથી હેરણ નદીમાં ઘોડાપુર પાણી આવ્યું હતું.હેરણ નદી પર આવેલ રાજવાસણા ડેમ ઓવરફ્લો થતા રમણીય નઝારો જોવા લોકો ઉમટી પડયા હતા.હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં માધ્યમથી વરસાદ વરસવાની ચેતવણી આપી હતી.જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મેઘરાજાએ વરસતા આઠ કલાકથી વધુ સમયમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.જેનાથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો આકાશ તરફ કાગ નજરે મેઘરાજાની રાહ જોઈ રહયા હતા.છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 10 કલાકથી વધુ સમયથી વરસતા વરસાદથી નદી,નાળા,ચેકડેમ,તળાવોમાં નવા નીર આવ્યા હતા.છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી કપાસ,તુવેર,મકાઈ,સોયાબીન સહીત બાગાયતી પાકોને જીવતદાન મળ્યું

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to