DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જુનાગઢ ના અગ્રણી ઉદ્યોગપતિ વિજયભાઈ દોમડિયાએ બેઠક માટે મંત્રીને આમંત્રણ આપ્યું જૂનાગઢના ઉદ્યોગ, વેપાર અને કૃષિના વિકાસ માટે કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે  વિજયભાઈ દોમડીયા  ચેમ્બર પ્રમુખની મુલાકાત

Share to

જુનાગઢ સમુહલગ્નના પ્રણેતા અને વિનય ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ હરસુખભાઈ વઘાસિયા પણ મુલાકાતમાં સાથે જોડાયા

ઔદ્યોગિક દ્રષ્ટિએ જૂનાગઢ શહેર અને જિલ્લાનો વિકાસ ઓછો થયો છે. ત્યારે આ વિકાસને વેગ મળે તેમજ વેપાર-ધંધા અને કૃષિ સહિતની બાબતોના ઉત્કર્ષ માટે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ વિજયભાઈ દોમડિયા તથા સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાએ રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની મુલાકાત લીધી હતી.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં હાલ વિવિધ ઉદ્યોગોના વિકાસ માટે ભરપૂર તક રહેલી છે. ત્યારે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા વિનય ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન વિજયભાઈ દોમડિયા તથા સમાજસેવક હરસુખભાઈ વઘાસિયાએ ૧૬ ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળીને આ દિશામાં નક્કર આયોજન કરવા રજૂઆત કરી હતી. સાથે સાથે જૂનાગઢના ઉદ્યોગકારો અને વેપારીઓના પ્રશ્નો દૂર થાય તે માટે જૂનાગઢ આવીને બેઠક યોજવાનું આમંત્રણ આપ્યું હતું. જેનો કેબિનેટ કૃષિ મંત્રીએ સ્વિકાર કર્યો હતો. જૂનાગઢ જિલ્લો મુખ્યત્વે પ્રવાસન અને ખેતી પર નિર્ભર છે. ત્યારે શહેર અને જિલ્લામાં ખેતીલક્ષી ઉદ્યોગોનો સારો વિકાસ થઈ શકે છે. ખેતીને લગતા નવા ઉદ્યોગો આવશે તો ખેડૂતોને પણ તેનો લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે વિશેષ પ્રયાસો કરાય તેવો આગ્રહ બન્ને આગેવાનોએ કૃષિ મંત્રી સમક્ષ કર્યો હતો.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to