બોડેલી એમ,ડી,આઈ સ્કૂલ ના કે,જી સિનિયર, કે,જી ના બાળકો માટે બેગ લેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી બોડેલી અલીપુરા ખાતે આવેલ એમ,ડી,આઈ શાળા દ્વારા સ્કૂલના બાળકો માટે ‘બેગ લેસ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી . જેનો હેતુ નવી શિક્ષણનિતિ અનુસાર બાળકોને ‘ભાર વિનાનું ભણતર’ આપી બાળકોને કસરત રમત ગમત અને અનેક વિવિધ પ્રવૃત્તિ દ્વારા માહિતીનું આદાન -પ્રદાન કરી ઉતમ શિક્ષણ આપવાનો તેમજ બાળકોમાં સહઅભ્યાસિક પ્રવૃતિનો વિકાસ કરવાનો છે. આવું સરસ મજાનું આયોજન બોડેલી એમડીઆઈ સ્કૂલ દ્વારા કરીને બાળકોમાં નવી વિચારસરણી કેળવવામાં આવી હતી બોડેલી એમ,ડી,આઈ સ્કૂલના સિનિયર કે,જી ના બાળકો માટે ‘બેગ લેસ ડે’ની ઉજવણી કરવામાં આવી હતીઃ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર