જુનાગઢ માં તા.૧૬/૦૮/૨૦૨૪ ના વહેલી સવારના કલાક ૦૪/૦૦ થી ૦૮/૦૦ સુધી જૂનાગઢ સીટી વિસ્તાર હેઠળના એ ડીવીઝન, બી ડીવીઝન, સી ડીવીઝન તથા જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના સંવેદનશીલ વિસ્તારોમાં ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સરપ્રાઇઝ કોમ્બીંગ હાથ ધરી ગુન્હાહિત ઇતિહાસ ધારાવતા કુલ્લે ” ૧૪૩’ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાં નેતૃત્વમાં પ્રવર્તમાન સમયમાં જિલ્લા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી અલગ- અલગ સમાજના આગેવાનો, જે તે વોર્ડના આગેવાનો તથા અલગ- અલગ જ્ઞાતિના આગેવાનો તથા જાગૃત નાગરીડો મારફતે મળેલ રજુઆતો, અરજીઓ ધ્યાને લઇ આવી ગુનાખોરી તથા અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરૂધ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે માર્ગદર્શનમાં અવાર-નવાર કોમ્બીંગ તથા સઘન વાહન ચેકીંગ ક૨વામાં આવી રહ્યું છે.
જે અન્વયે આજરોજ તા.૧૬/૦૮/૨૦૨૪ ના રાત્રીના ૬.૦૪/૦૦ થી ૦૮/૦૦ સુધી જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિ૨તારમાં પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓના નેતૃત્વમાં જૂનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ, પ્રો.ના.પો.અધિ.શ્રી નીકીતા શીરોયા સાહેબ તથા ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા એસ.ઓ.જી.શાખાના પો.ઇન્સ. પી.કે.ચાવડા તથા એ ડીવીઝન પો.સ્ટે.ના પો.ઈન્સ. વી.જે.સાવજ તથા બી ડીવીઝન પો.સ્ટે.ના એચ.પી.ગઢવી તથા સી ડીવીઝન ૫.સ્ટે.ના પો.સ.ઈ.શ્રી આર.પી.વણજારા તથા પો.સ્ટાફના મળી કુલ્લે- ૨૭૮ પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ૧૮ ટીમો પાડી લાઠી-હેલ્મેટ સાથે પંચેશ્વર, દાતાર રોડ, કડીયાવાડ, પ્રાદીપના ખાડીયા, દોલતપરા, સુખનાથ ચોક, જમાલવાડી, ભારતમીલનો ઢોરો, ધરાનગર, હર્ષદનગર, ખામધ્રોળ રોડ, રાજીવનગર, ગાંધીગ્રામ, ધરમ અવેડા વિસ્તારોમાં સંયુકત રીતે અસામાજીક ઇસમો ઉપર ઘૉસ બોલાવવા તેમજ તેઓની અસામાજીક પ્રવૃત્તિ ઉપર સંપુર્ણપણે અંકુશ લાવવાના હેતુથી કોમ્બીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. જે કામગીરી દરમ્યાન હસ્તગત કરેલ ઇસમો કાયદાકીય જોગવાઇઓ મુજબ કામગીરી કરવામાં આવેલ છે. આ સાથે કુલ ચાર ટીમ પેટ્રોલીંગ તથા સુપરવીઝન માટે રાખવામાં આવેલ હતી આ કોમ્બીંગ દરમ્યાન જાહેર જગ્યાઓમાં નંબર પ્લેટ વગરના મળી આવેલ વ્હિકલ પોલીસ દ્વારા ડીટેઇન ક૨વામાં આવેલ અને બીન જામીનલાયક વોરંટના આરોપી તેમજ કેટલાક વિસ્તારોમાં કોમ્બીંગ દરમ્યાન પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા ઇસમોને પ્રોહીબીશનના મુદામાલ સાથે પકડી પાડી પ્રોઠીબીશન ધારા હેઠળ કાયદેસર ક૨વામાં આવેલ આ ઉપરાંત જાહેરમા પ્રતી બંધીત હથીયાર અંગેના કેસો શોધી કાઢવામાં આવેલ જે ટોટલ
મળી ૧૪૩ જેટલા કેસ કરવામા આવેલ.
વધુમા આ સમગ્ર કોમ્બીંગ દરમ્યાન એ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં મજેવડી ગેટ પાસે ગેબનશાપીરની દરગાહના ડીમોલેશનની નોટીસ બાબતે પોલીસ પર થયેલ હુમલાના બનાવમાં પકડવાના બાકી આરોપીઓ તથા ચાલુ તપાસના આરોપીઓ શોધી કાઢવાની કાર્યવાહી ક૨તા પ્રયત્નો કરતા કોમ્બીંગ દરમ્યાન પોલીસ દ્વારા મજેવડી બનાવના કુલ-૦૩ તથા અન્ય ચાલુ તપાસના કુલ-૦૭ મળી
ટોટલ -૧૦ આરોપીઓને પકડી પાડવામાં આવેલ.
> નાસતા ફરતા પકડેલ આરોપીઓ:-
મજેવડી બનાવના આરોપી
૧) સલીમ અબલાભાઈ સાંધ સંધીપરા, જુનાગઢ ૨) શાહીલ ઉર્ફે શહેબાઝખાન હમીદખાન બ્લોચ હર્ષદનગર, જુનાગઢ
(૩) રીઝવાન અકીલભાઈ અરબ સૈયદવાળા, જુનાગઢ
ઓફઅન્ય ચાલુ તપાસના આરોપી
(૧) લાખર્ણાસંહ ઉર્ફે લખન સાજણભાઈ ઓડેદરા દોલતપરા, જુનાગઢ
(૨) સુરેશભાઈ પ્રકાશભાઈ સોંદરવા પઠકનગર બિલખા રોડ, જુનાગઢ (3) ઈકબાલ ઉર્ફે લાલો હાસમભાઈ પડાયા હર્ષદનગર, જુનાગઢ(૪) યુનીશ જુમાભાઈ સુમરા .ખામધ્રોળ રોળ, જુનાગઢ
૫) જમાલ સીદીકભાઇ કુરેશી હર્ષદનગર, જુનાગઢ 6) રામા વિરાભાઇ મેકરીયા જોષીપરા, જુનાગઢ 7) ગોવિંદ ઉર્ફે આવેલુ નારણભાઈ મોરી . પંચેષ્વર, જુનાગઢ
> કોમ્બીંગ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી:-હથિયાર સાથે GP act-૧૩૫ મુજબ ( છરી-ચપ્પા વિગેરે હથિયાર બંધી જાહેરનામા ભંગના કેસો) નંબર પ્લેટ વગરના તથા ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો વિરૂધ્ધ M.V.act 5.૨૦૭ મુજબ પ્રોહીબીશન ધારા હેઠળના ડેસો
, આ સમગ્ર કામગીરી દરમ્યાન સીનીયર સીટીઝન, ફેગીલી/બાળકો સાથે તથા મહિલા વાહન ચાલકોને અડચણ ન થાય તે બાબતે પુરતી તકેદારી જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ કટીબધ્ધ
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,