જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ જુનાગઢ શહેર એ ડીવી પો.માં ધી ગુજરાત કેન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ (G.C.TO.C) એકટ- ની કલમ -મુજબ ગુન્હો તા.૦૩/૦૮/૨૦૨૪ ના રોજ દાખલ કરાવેલ હોય જેની તપાસ ડી.વી.કોડીયાતર નાયબ પી અધિક્ષક માંગરોળ વિભાગ માંગરોળનાઓને સોંપવામાં આવેલ છે.
આ ગુન્હાની તપાસ દરમ્યાન આરોપી ગેંગ લીડર રાજુ બાવજીભાઈ સોલંકી તથા આરોપી દેવ રાજુભાઈ સોલંકી, યોગેશ કારાભાઈ બગડા, સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી રહે- બધા જુન નાઓને અટક કરવામાં આવેલ તેમજ આ અટક કરેલ તમામ આરોપીઓના ગુજસીટોક સ્પેશિયલ કોર્ટ રા ખાતેથી દિન-૩ ના રીમાન્ડ મેળવી ઉંડાણપુર્વક પુછપરચ્છ કરી તેઓને કોર્ટમા રજુ કરતા નામદાર કોર્ટ લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.
આ ગુનાનો આરોપી-૫ જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન બાવજીભાઈ સોલંકી રહે. જુનાગઢ, દયાળ નગર, પંચેશ્વર રોડ, પ્રદિપ સીનેમાની બાજુમા વિરમઘમાયા નગરના વાળો જુનાગઢ શહેર ‘ ડીવીઝન પોલીસ સ્ટેશન માં IPC કલમ , તથા G.P.એકટ કલમ મુજબના કામે મધ્યથ જેલ રાજકોટ ખાતે હોય તેમની કસ્ટડી ગુજસીટોક સ્પે રાજકોટની મંજુરીથી મેળવી આ આરોપીને અટક કરી આરોપીના નામ. કોર્ટ પાસેથી દિન- ૨ ના રિ મેળવવામાં આવેલ છે. આ ગુનાનો આરોપી હત્યાના પ્રયાસ, આર્મસ એકટ, રાયોટીંગ, મારા પ્રોહીબીશન, વિગેરે મળી કુલ-૯ ગંભીર ગુના આચરેલ હોય જેથી આ આરોપીની યુકતીપ્રયુકતીથી પુછ કરી આરોપીના ભોગવટા વાળા મકાનની ઝડતી એ ડીવીઝન પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.સાવજ પાસે કરાવતા ઝડતી તપાસ દરમ્યાન મુજબનુ શંકાસ્પદ સાહીત્ય મળવા પામેલ જે ગુનાના કબ્જે લીધેલ લેવામાં આવેલ છે.
પ્રોમીસરી નોટ બેંક પાસ બુક વેચાણ દસ્તાવેજ ચેક બુક ઇમલા વેચાણ દસ્તાવેજ આધારકાર્ડ વાહન વેચાણ દસ્તાવેજ બેંકમા નાણા જમા સ્લીપો કોરા ચેક રેશનકાર્ડ આરસી બુક પાનકાર્ડ કોરા સ્ટેમ્પ પેપર ચુંટણી કાર્ડ વેરા પહોંચો
કુલ મળેલ શકાસ્પદ સાહીત્ય ૧૧૫ મળી આવ્યા
ઉપરોકત ગુન્હાના કામે મળી આવેલ શંકાસ્પદ સાહીત્યની હાલ ઉંડાણપુર્વકની તપાસ ચાલી રહી છે તેમજ આ ગુનેગારોની ટોળકીનો ભોગ જુનાગઢ શહેર અને આજુબાજુના વિસ્તારના ઘણા નાગરીકો બનેલ હોવાનુ ખાનગી બાતમીદારો મારફત જાણવા મળેલ છે જેથી જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ ગુનેગારો વિરુધ્ધ કોઈ માહીતી ફરીયાદ હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા આ ગુન્હાના તપાસ અધીકારી શ્રી ડી.વી.કોડીયાતર નાયબ પોલીસ અધીક્ષક માંગરોળનો સંપર્ક કરશો.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ