September 6, 2024

વડોદરા જતા વાહનચાલકોને દિશાસૂચક બોર્ડ  સહિત જંક્શન બોર્ડ ના હોવાથી ઉમલ્લા ચાર રસ્તા ખાતે પડી રહી છે હાલાકી…

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઉમલ્લા ચાર રસ્તા ઉપર માત્ર માલસર બ્રિજ નું બોર્ડ લગાવી અન્ય કોઈ પણ જાત ના દિશાસૂચક બોર્ડ તેમજ જંક્શન બોર્ડ ના હૉવાના કારણે માલસર બ્રિજ થઇ સાધલી,કરજણ,વડોદરા, ડભોઇ જતા વાહન ચાલકો ને પોતાનું વાહન રોકી અને આમ જનતા તેમજ દુકાનધારકો ને માર્ગ પૂછવો પડી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે નવનિર્મિત અશા- માલસર બ્રિજ બન્યા પછી આ પુલ ઉપર થી પસાર થઈ વડોદરા જિલ્લા મા જતા વાહનચાલકો ને આ માર્ગ નવો હોંઈ જેમાં કેટલાક વાહનચાલકો ને કઈ દિશામા તેઓ એ જવું તે સમજાતું નથી જેના કારણે વાહન ચાલકો દિશા ભટકી આગળ જતા રહેતા હોઈ છે જેના કારણે જનતા ને સમય તેમજ ઇંધણ નો વ્યય થઈ રહ્યો છે જે બાબતે વાહન ચાલકો ને અગવડતા પડી રહી છે તો વડોદરા જિલ્લામાંથી આવતા વાહન ચાલકો ને વરાછા પાસે દિશાસૂચક બોર્ડ લગવાયા છે પરંતુ તે બાદ પણ બોર્ડ સિમિત હોઈ જેમાં પણ વાહન ચાલકો ને વિગતવાર માહિત ના હોવાના કારણે સમજાતું ના હોવાથી વાહન ચાલકો મુંજાતા હોઈ છે તો ઉમલ્લા બઝાર મા થી પસાર થયા બાદ મુખ્ય ધોરીમાર્ગ થી અંકલેશ્વર અથવા રાજપીપલા તરફ જવા પણ કોઈ દિશાસૂચક બોર્ડ ના હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ઉમલ્લા ચાર રસ્તા ખાતે તંત્ર દ્વારા વિવિધ દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવે તે લોકહિત માટે જરૂરી છે…


Share to