September 7, 2024

તિલકવાડા નગરમાં યોજાયેલી ‘તિરંગા યાત્રા’એ આકર્ષણ જમાવ્યું

Share to

હર ઘર તિરંગા અભિયાન : નર્મદા જિલ્લો

પોલીસના જવાનો, નગરજનો તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા

—–
રાજપીપલા, બુધવાર :- દેશની આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આહ્વાન કર્યું છે. ત્યારે સમગ્ર રાજય સહિત નર્મદા જિલ્લામાં પણ આ અભિયાન વેગવંતુ બન્યું છે.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં બુધવારે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં પોલીસના જવાનો શિસ્તબદ્ધ રીતે હાથમાં તિરંગો લઈને નગરના માર્ગો ઉપરથી પસાર થતાં અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રામાં પોલીસ જવાનો સાથે અન્ય અધિકારીશ્રીઓ /કર્મચારીશ્રીઓ સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા સભ્યો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.


Share to

You may have missed